27.3 C
Gujarat
March 3, 2025
EL News

IPLના પૂર્વ ચેરમેન લલીત મોદી અને સુષ્મિતા સેને લગ્ન કરી લીધા હોવાના સમાચાર વહેતા થયા…

Share

કલા મનોરંજન: 

IPLના પૂર્વ ચેરમેન લલીત મોદી અને સુષ્મિતા સેને લગ્ન કરી લીધા હોવાના સમાચાર વહેતા થયા છે. આ અંગેની જાણ થતાં જ લોકો ચોંકી ગયા. પણ સાચું એ છે કે હાલમાં અભિનેત્રી સુષ્મિતા સેન અને IPL પૂર્વ ચેરમેન લલિત મોદી એકબીજાને ડેટ કરી રહ્યા છે.

બન્નેના લગ્નની વાત અફવા છે તેવી માહિતી લલીત મોદીએ ટ્વીટ કરી આપી છે.આપને જણાવી દઈએ કે સુષ્મિતા સેન(sushmita sen) પૂર્વ મિસ યુનિવર્સ (Miss universe) છે. અને લલીત મોદી(lalit modi)ના IPLના પૂર્વ ચેરમેન તેમજ ઉદ્યોગપતિ છે. તેમણે શેર કરેલા ફોટોમાં કેટલાક થ્રો બેક ફોટો પણ છે.

લલિત મોદી અને સુષ્મિતા સેનની સોશિયલ મીડિયા પર વાયરલ તસવીર
હું સ્પષ્ટતા કરવા માંગુ છું કે અમે બંને એક બીજાને ડેટ કરી રહ્યા છીએ

લલીત મોદીએ સુષ્મિતા સેનને બેટર હાફ પણ બતાવી છે. લલીત મોદીએ ટ્વીટ કરી લખ્યું, ” હું સ્પષ્ટતા કરવા માંગુ છું કે અમે બંને એક બીજાને ડેટ કરી રહ્યા છીએ. હજુ સુધી લગ્ન નથી કર્યા, હા પણ થોડા જ સમયમાં લગ્ન કરી શકીએ છીએ.

આ સાથે જ લલીત મોદીએ સુષ્મિતા સેન સાથેના કેટલાક ફોટા શેર કર્યા હતા. જેમાં બંને રોમાંટિક અંદાજમાં નજર આવી રહ્યા છે. આ પહેલા લલીત મોદીએ સુષ્મિતા સેન સાથે ફોટો શેર કર્યા હતા જેથી એવા સમાચાર આવ્યા હતા કે બંનેએ લગ્ન કરી લીધા છે.

આવનાર સમયમાં બંને લગ્નગ્રંથીથી જોડાય તો નવાઈ નહીં

પણ ગણતરીની મિનિટોમાં જ લલીત મોદીએ ઉપરોક્ત ટ્વીટ કરી ફક્ત ડેટ પૂરતી જ વાત સીમિત રાખી છે. પણ આ પરથી લાગી રહ્યું છે કે આવનાર સમયમાં બંને લગ્નગ્રંથીથી જોડાય તો નવાઈ નહીં.

 

For more details and latest news updates download El News from your playstore today.

El news App: https://play.google.com/store/apps/details?id=com.elnews

Related posts

સુરતમાંથી રૂ 2.17 કરોડના MD ડ્રગ્સ સાથે એક ઝડપાયો

elnews

મોદી દ્વારા દેશની સૌથી મોટી કિડની હોસ્પિટલનું લોકાર્પણ

elnews

નર્મદા જીલ્લામાં સરકારી વિભાગ અને અદાણી ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસોથી કુપોષણ ક્ષેત્રે અસરકારક પરિણામ મળ્યા

elnews

Leave a Comment

error: Content is protected !!