Business :
LIC New Endowment Plan: તમે કોઈપણ બિઝનેસમાં હોવ કે નોકરીમાં, ભવિષ્ય માટે બચત એ દરેકનું સ્વપ્ન છે. તેના માટે લોકો શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ અને એસઆઈપીથી લઈને વિવિધ યોજનાઓમાં રૂપિયાનું રોકાણ કરે છે. પરંતુ LIC આજે પણ લોકોમાં રોકાણનું વિશ્વસનીય માધ્યમ છે. કારણ કે LICમાં રોકાણ કરવું પ્રમાણમાં સુરક્ષિત માનવામાં આવે છે.
જો તમે પણ સારી એલઆઈસી સ્કીમમાં રોકાણ કરવા ઈચ્છો છો, તો આજે અમે તમને એક એવી સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં ન માત્ર ઓછું જોખમ હોય છે પણ સાથે સાથે ખાતરીપૂર્વકનું રિટર્ન પણ મળે છે.
આ પણ વાંચો…અમદાવાદ ખાતે સાયન્સસિટી દ્વારા વિશ્વ વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી
71 રૂપિયા દરરોજ રોકાણ કરી થઈ જશો માલામાલ
LICની આ યોજનાનું નામ એલઆઈસી ન્યૂ એન્ડોમેન્ટ પ્લાન ( LIC New Endowment Plan ) છે. આ સ્કીમમાં દરરોજ માત્ર 71 રૂપિયાનું રોકાણ કરીને, તમે પાકતી મુદતના સમયે 48.75 લાખ રૂપિયાનું રિટર્ન મેળવી શકો છો. LICની આ સ્કીમને લઈને રોકાણકારોમાં ઘણો ઉત્સાહ છે. આવી સ્થિતિમાં જાણી લો સ્કીમ સાથે જોડાયેલી કેટલીક મહત્વની બાબતો-
જાણો તમે કઈ રીતે આ સ્કીમનો લાભ લઈ શકો છો
LIC ની આ સ્કીમમાં રોકાણ કરવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને મહત્તમ 52 વર્ષ હોવી જોઈએ. એલઆઈસીએ આ સ્કીમમાં 12 થી 35 વર્ષનો મેચ્યોરિટી સમય રાખ્યો છે. જો કે જરૂરિયાત મુજબ સમય નક્કી કરી શકાય છે. જો તમે 18 વર્ષની ઉંમરે 10 લાખનો LIC ન્યૂ એન્ડોમેન્ટ પ્લાન લો છો, જેનો કુલ કાર્યકાળ 35 વર્ષ છે. આવી સ્થિતિમાં તમારે પ્રારંભિક વર્ષમાં 26,534 રૂપિયા પ્રીમિયમની રકમ ચૂકવવી પડશે. જ્યારે બીજા વર્ષમાં આ રકમ 25,962 થઈ જશે. આ પ્રીમિયમ મુજબ તમે દરરોજ 71 રૂપિયા બચાવો છો. 71 રૂપિયા પ્રતિ દિવસના આ પ્રીમિયમ સાથે તમને પોલિસીની પાકતી મુદત પર પૂરા 48.75 લાખ રૂપિયા મળે છે.