28.7 C
Gujarat
December 22, 2024
EL News

યોજનામાં રોકાણ કરો 50 રૂપિયા અને મેળવો 35 લાખનું રિટર્ન

Share
Business, EL News

Gram Suraksha Yojana: પોસ્ટ ઓફિસ ઘણી નવી યોજનાઓ સાથે આવતી રહે છે અને તેની મોટાભાગની યોજનાઓ લોકોને ખૂબ જ પસંદ આવે છે, કારણ કે તે લોકોને સારો નફો આપે છે. આજે અમે તમને આવી પોસ્ટ ઓફિસની એક ખાસ સ્કીમ વિશે જણાવી રહ્યા છીએ. આ યોજના ખાસ કરીને ગ્રામજનો માટે આવી છે. તેનું નામ પોસ્ટ ઓફિસ ગ્રામ સુરક્ષા યોજના છે. આ સ્કીમ ખૂબ ફેમસ છે. તેમાં ગ્રામીણ લોકોને આર્થિક અને સામાજિક રીતે મદદ કરવામાં આવે છે. તેની સૌથી મહત્ત્વની વાત એ છે કે, તેમાં તમારે દરરોજ માત્ર 50 રૂપિયાનું રોકાણ કરવું પડશે અને તેના પર તમને શાનદાર રિટર્ન મળશે.

Measurline Architects

કેવી રીતે મળે છે ગ્રામ સુરક્ષા યોજનાનો લાભ

તેમાં દરરોજ 50 રૂપિયા એટલે કે 1500 રૂપિયા પ્રતિ માસનું રોકાણ કરવું પડશે. જે બાદ આ સ્કીમમાં 31 લાખથી 35 લાખ રૂપિયાનું રિટર્ન મળે છે. જો રોકાણકાર 80 વર્ષની ઉંમરે મૃત્યુ પામે છે, તો તેના નોમિનીને બોનસ સાથે સંપૂર્ણ રકમ મળી જાય છે.

આ પણ વાંચો…ગુજરાત વિજ્ઞાન સંમેલન ૨૦૨૩ નું ભવ્ય આયોજન સાઈન્સ સીટી અમદાવાદ ખાતે…

કોણ કરી શકે છે અરજી ?

19 વર્ષથી 55 વર્ષ સુધીનો કોઈપણ ભારતીય નાગરિક ગ્રામ સુરક્ષા યોજનામાં રોકાણ કરી શકે છે. તેમાં ઓછામાં ઓછા 1000 રૂપિયાથી 10 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. પ્રીમિયમ ભરવા માટે ઘણા વિકલ્પો પણ આપવામાં આવ્યા છે. રોકાણકારો માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક ધોરણે હપ્તા ચૂકવી શકે છે.

ક્યારે મળશે રૂપિયા ? 

રોકાણકારને 55 વર્ષમાં 31 લાખ 60 હજાર રૂપિયા મળે છે. 58માં 33 લાખ 40 હજાર રૂપિયા અને 60 વર્ષમાં 34.60 લાખ રૂપિયા અને 80 વર્ષે પૂર્ણ થવા પર સંપૂર્ણ રકમ સોંપવામાં આવે છે.

ચાર વર્ષ બાદ મળી જાય છે લોન

તમે ગ્રામ સુરક્ષા પોલિસી ખરીદ્યા પછી લોન પણ મેળવી શકો છો. પોલિસીની ખરીદીની તારીખથી 4 વર્ષ પછી લોન મેળવી શકાય છે. આ સિવાય જો પોલિસીની મુદત દરમિયાન ક્યારેય પ્રીમિયમ ભરવામાં ચૂકી જઈએ, તો તમે બાકી પ્રીમિયમની રકમ ચૂકવીને તેને ફરીથી શરૂ કરી શકો છો.

 

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

રિલાયન્સ, TCS અને SBIના રોકાણકારોને ટૂટતા બજારમાં પણ ચાંદી, HDFC, ઈન્ફોસિસ અને ITCએ આપ્યો ઝટકો

elnews

ભાવ વધારો: બે મહિના પછી ફરી મોંઘો થયો LPG

elnews

એક વર્ષમાં 12000% રિટર્ન, આ સ્ટોક વટાવી ગયો 55 રૂપિયા

elnews

Leave a Comment

error: Content is protected !!