Ahmedabad :
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના હેલ્થ વિભાગના ફુડ ડિપાર્ટમેન્ટ દ્વારા અધિક આરોગ્ય અધિકારી ડો ભાવીન જોષીના માર્ગદર્શન હેઠળ અમદાવાદ શહેરના વિવિધ વિભાગોમાં આવેલ ખાધ્ય ધંધાકીય એકમો ખાતે સઘન તપાસ કરવામાં આવી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ. કોર્પોરેશનના ફુડ વિભાગની ટીમ દ્વારા ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયે તળેલા ઓઇલના ટી.પી.સી. હાઇજેનિક કંડીશન, લાયસન્સ/રજીસ્ટ્રેશન મેળવ્યા સિવાય ધંધો કરતા હોવાથી શિડયુલ-૪ના નિયમો બાબતે ખાધ્ય ધંધાકીય એકમો ખાતે ચેકીંગ કરવામાં આવ્યુ હતું.
રામદેવ કેટરર્સ, રાધીકા બંગ્લોઝ સામે, શુકન ચાર રસ્તા, નિકોલ, અમદાવાદમાં ચેક કરતા ફાફડા બનાવવા માટે એકના એક તેલનો વપરાશ કરતા હતા.
હાઇજેનિક કંડીશન, લાયસન્સ, રજીસ્ટ્રેશન મેળવ્યા સિવાય ધંધો કરતા હોવાથી તેમજ શિડયુલ-૪ના નિયમોના પાલનનો અભાવ જણાતા ફુડ વિભાગ દ્વારા આ એકમને તાત્કાલીક અસરથી અચોક્કસ મુદત માટે સીલ મારવામાં આવ્યું છે.
આજ પ્રકારનું ચેકીંગ તહેવારોને ધ્યાનમાં લઇ ચાલુ રાખવામાં આવશે. મ્યુનિ.વહીવટી ચાર્જ રૂ. ૪૬,૦૦૦ વાસુલાયો હતો. ઉપરાંત અંદાજીત બિનઆરોગ્યપ્રદ ૧૭ કિલો ખાદ્ય ખોરાક નાશ કરાયો તેમજ તેમજ ૦૩ લીટર તેલનો નાશ કરાયો.
આ પણ વાંચો… બુધવારે રાજકોટ બસ માં મહિલાઓને મફત મુસાફરી
ફુડ ડિપાર્ટમેન્ટ દ્વારા અમદાવાદ શહેરમાં આવેલ ધંધાકીય એકમોની તપાસ દરમ્યાન એફએસએસએ-૨૦૦૬ અન્વયે ખાધ્ય પદાર્થનાં ધંધાકીય એકમોમાંથી -૧૧ શંકાસ્પદ ખાધ્ય નમુનાઓ લેવામાં આવ્યા છે.
એફએસએસએ – ૨૦૦૬ અન્વયેના લાઇસન્સ/રજીસ્ટ્રેશન મેળવ્યા વિના ધંધો કરતા જણાશે અને આરોગ્યના નિયમોનું પાલન નહીં કરનાર ધંધાકીય એકમો તથા હલકી ગુણવત્તાનો માલ બનાવવા, વેચવા કે સંગ્રહ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી AMC દ્વારા હાથ ધરવામાં આવશે.