Health Tips :
સ્ત્રીઓમાં વધુ પ્રમાણમાં પગની પાની ના દુખાવાની સમસ્યા આ સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. ખાસ કરીને પગની પાની નો દુખાવો જે વ્યક્તિઓના વજનમાં વધારો હોય તેમને અને સ્ત્રીઓમાં વધુ જોવા મળ્યો છે.

મોટેભાગે સવાર થી સાંજ સુધી ગૃહિણીઓનો સમય રસોઈ ને ઘરના કામકાજમાં જાય છે આ દરમિયાન વધુ પડતું એક જ જગ્યા પર ઊભા રહેવાથી પગની હિલ અને તેના ફરતે દુખાવાની સમસ્યાઓ થતી હોય છે. વધુ પડતા ઉભા રહેવાવાળી નોકરી કરતા વ્યક્તિઓમાં પણ આ દુખાવો ઘર કરી ગયો છે. જેમાં મુખ્યત્વે યોગ્ય પગરખાં ન પહેરવાના કારણે, વિટામિનની ઉણપ,હાડકાનું તુટવું જેવા કારણો પણ હોય શકે છે.
આ પણ વાંચો… ટામેટાનું ખાટું-મીઠું અથાણું બનાવવાની રેસિપી
જેના છુટકારા માટે અમુક પગની સામાન્ય કસરતો, તેમજ હૂંફાળા પાણીમાં મેથી નો પાવડર ને હળદર નાખીને પીવાથી, ગરમ પાણીમાં કપુર કે સિંધવ મીઠું નાખી વીસ મિનિટ સુધી પગ ડબોળીને બેસવાથી, લવીંગના તેલની દુખાવા ઉપર હળવા હાથે માલિશ કરવાથી આ દુખાવામાં રાહત મળે છે. ફિઝિયોથેરાપીસ્ટ ની સલાહ સૂચનો અનુસાર એક્સરસાઇઝ અને સિલિકોન પેડ કે મોજાનો પણ ઉપયોગ હિતાવહ છે.