Ahmedabad :
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આવતીકાલે તેઓ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે. 11 ઓક્ટોબરની અમદાવાદ ખાતે વિવિધ આરોગ્યલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ – ખાતમુહૂર્તની સાથે સાથે અમદાવાદની સિવિલ મેડિસીટીમાં નિર્માણ પામેલ દેશની સૌથી મોટી કિડની હોસ્પિટલનું લોકાર્પણ કરશે.નવીન કિડની હોસ્પિટલ 850 બેડ ક્ષમતા સાથેની ભારતની સૌથી મોટી કિડની હોસ્પિટલ સાથે જ વિશ્વની ટોચની કિડની હોસ્પિટલમાંથી એક છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 ઓક્ટોબર આણંદમાં સભા કરશે. 10 ઓક્ટોબરે પ્રધાનમંત્રી જામનગર સૌની યોજનાની અન્ય લિંકનું પણ લોકાર્પણ કરવાના છે. 9-10-11 ઓક્ટોબર પ્રધાનમંત્રી છે ગુજરાતન પ્રવાસે. પ્રધાનમંત્રી 9 ઓક્ટોબર બપોરે ગુજરાત પ્રવાસે આવશે. બપોર બાદ મહેસાણા જિલ્લાના મોઢેરા પાસે સભા અને મોઢેશ્વરી માતા દર્શન કરશે. રાત્રી રોકાણ ગાંધીનગર રાજભવન. 10 ઓક્ટોબર સવારે ભરુચ જીલ્લાના જંબુસર બલ્ક ડ્રગ્સ પાર્કનુ ખાતમુહૂર્ત અને જન સંબોધશે.
આ પણ વાંચો… કાળા મરીનો ડાયટમાં ખાવાથી સ્વાસ્થ્યને મળશે મોટા ફાયદા
પીએમ મોદીએ ગુજરાતમાં યોજનારી વિધાનસભા ચૂંટણીને લઈને પ્રચાર પ્રસારની કમાન સંભાળી લીધી છે. આ દરમિયાન તેઓ ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 9 ઓક્ટોમ્બરના રોજ વડાપ્રધાન મોદી મહેસાણામાં સભા સંબોધશે. આ ઉપરાંત વડાપ્રધાન મોદી મોઢેરા સૂર્ય મંદિરમાં લાઈટ એન્ડ સાઉન્ડ શોનું લોકાર્પણ પણ કરશે. આ કાર્યક્રમને પગલે મોઢેરા સૂર્ય મંદિરમાં આમ જનતા અને વિઝીટર માટે 9 ઓક્ટોમ્બરના રોજ એન્ટ્રી બંધ રહેશે.