Latest news :
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદમાં નવભારત સાહિત્ય દ્વારા આયોજિત પુસ્તક મેળાના ઉદ્ઘાટન સમારંભમાં વર્ચ્યુલી સામેલ થયા હતા અને તેમણે આ મેળા બાબતે જણાવ્યું હતું કે અમદાવાદમાં પુસ્તક મેળાની જે પરંપરા શરુ કરી છે તે સમય સાથે સમૃદ્ધ થતી જઈ રહી છે જેનાથી ગુજરાતમાં સાહિત્ય અને જ્ઞાનમાં વધારો થઇ રહ્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની ઉપલબ્ધી ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની ઉપલબ્ધી કોઈ સામાન્ય નથી તેમાં ભારતીયોએ ગર્વ કરવા જેવી વાત છે. અમદાવાદના પુસ્તક મેળાની સાથે સાથે સુરતના ઓલપાડના વિસ્તારમાં આયોજિત એક કાર્યક્રમમાં પણ વર્ચ્યુલી ઉપસ્થિત રહીને લોકોને સંબોધન કર્યું હતું.
આ પણ વાંચો… દાદાનાં પ્રયાસો અને સંકલ્પ થી અંગદાન કરવામાં ગુજરાત રાષ્ટ્ર માં પ્રથમ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે પાછળના આઠ વર્ષ દરમિયાન સરકારને ગરીબો માટે ત્રણ કરોડ જેટલા ઘર બનાવ્યા છે. તેમાંથી 10 લાખ જેટલા ઘરો તો ફક્ત ગુજરાતમાં જ છે. પાછળના બે દશકોમાં અહીંયા મેડિકલ કૉલેજની સંખ્યા 11 થી વધીને 31 થઇ ગઈ છે આ ઉપરાંત રાજકોટમાં એક એઇમ્સ બની રહી છે તો કેટલીક નવી મેડિકલ કોલેજ પણ પ્રસ્તાવિત થઇ રહી છે.