Vadodara :
માલધારીઓની રાજ્યવ્યાપી દૂધ હડતાળની અસર વડોદરામાં પણ દેખાઇ રહી છે. વડોદરા શહેરમાં જે વિસ્તારોમાં માલધારીઓની વસ્તી વધુ ત્યાં બરોડા ડેરીના પાર્લર બંધ જોવા મળી રહ્યા છે. તો અન્ય છૂટક દૂધ વિક્રેતાઓને ત્યાં પહોંચી લોકોને દૂધ મેળવી રહ્યા છે. ખાસ કરીને શ્રાદ્ઘ પક્ષ હોવાથી દૂધની જરૂર હોય ત્યારે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
વડોદરામાં માલધારીઓ દ્વારા દૂધ હડતાળને પગલે ખોડિયાનગર, સયાજીપુરા, આજવા રોડ વિસ્તારમાં બરોડા ડેરીના કેટલાક વિક્રેતાઓએ આજે તેમની દુકાન નથી ખોલી. તો જ્યાં પાર્લર ખુલ્લુ હોય ત્યાં દૂધનું વેચાણ થઇ જતાં લોકોને પરત ફરવું પડી રહ્યું છે અને બીજે છૂટક દૂધ વેચાણ કરતા ડેરી વિક્રેતાઓ પાસેથી દૂધ લઇ રહ્યા છે.
આ પણ વાંચો… જેકફ્રૂટના મસાલા પરાઠા રેસીપી
વડોદરાના વારિસયા રિંગ રોડ પર આવેલ ગણેશ દૂધ ડેરી પર દૂધ લેવા આવેલ સીમા ભોઇ નામની યુવતીએ જણાવ્યું હતું કે, ચા કે દૂધ વિના ચલાવી લઇએ પણ મારા દાદાનું શ્રાદ્ઘ છે, જેથી દૂર સુધી દૂધ લેવા આવવું પડ્યું. મારી બહેન પણ સવારે દૂધ લેવા નીકળી હતી પણ તેને ન મળ્યું. હું સયાજીપાર્કથી વારસિયા રિંગ રોડ પર આવેલ નાયરા પેટ્રોલ પંપ સુધી દૂધ લેવા આવી છું. દૂધ લેવા આવેલ કિંજલ વ્યાસે જણાવ્યું હતું કે, મારે 6થી 7 જગ્યાએ ફરવું પડ્યું ત્યારે દૂધ મળ્યું. હું કમલાનગરથી અહીં સુધી જેટલી પણ ડેરીઓ આવી ત્યાં પૂછતાં પૂછતાં આવી પણ ક્યાંય દૂધ ન મળ્યું. બરોડા અને અમુલના કેટલાક પાર્લર બંધ છે.