25.9 C
Gujarat
December 22, 2024
EL News

ઉત્તરાયણમાં કોટ વિસ્તારમાં ધાબાના બુકીંગમાં પડાપડી

Share
Ahmedabad, EL News:

 

ઉત્તરાયણની ઉજવણી માટે દેશ-વિદેશથી લોકો શહેરના કોટ વિસ્તારમાં આવતા હોય છે. પોળોના ધાબા ઉપર પતંગ ચગાવવા માટે લોકો ધાબા ભાડે લેતા હોય છે. ૧૦ હજારથી સવા બે લાખ રૂપિયા સુધીના પેકેજ પ્રમાણે લોકોને ધાબા ભાડે આપવામાં આવે છે. જેના લીધે પોળના લોકોને રોજગારીની નવી તકોનું સર્જન થયું છે.

PANCHI Beauty Studio

 

ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ખાડિયા સહિતના કોટ વિસ્તારમાં હાલ મોટાભાગના ધાબા ભાડે અપાઇ ગયા છે. પરંતુ ધાબા માટે હજુ પણ લોકોની ઇન્કવાયરી ચાલુ જ છે.એટલે વધારે ભાડુ ચુકવીને ધાબા બ્લેકમાં લેવા માટે પણ ડિમાન્ડ વધી છે.

આ પણ વાંચો…ગાંધીનગર – આજે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ

ઉત્તરાયણની ઉજવણી કોટ વિસ્તારમાં કરવા માટે ઓગસ્ટ-સપ્ટેમ્બર માસથી ધાબા ભાડે લેવા ઇન્કવાયરી શરુ થઇ જાય છે. ઘણા લોકો તો ડિસેમ્બર સુધીમાં તો બુક કરાવી લે છે. કોટ વિસ્તારમાં અંદાજે ચાર થી પાંચ હજાર ધાબા ભાડે આપવામાં આવ્યા છે. ૧૦ હજારથી લઇને લાખો સુધીના પેકેજ પ્રમાણે ભાડે અપાતા ધાબામાં વિવિધ સુવિધાઓ આપવામાં આવે છે.

જેમાં સવારે ચા-નાસ્તો, બપોરે ઉધીયુ-પુરી,જલેબીનું ભોજન, બપોરે ચા અને રાતે ભોજન આપવામાં આવે છે. ઉપરાંત ટ્રેડિશનલ ફુડમાં તલની-સિંગની ચીક્કી અને લાડુ આપે છે. સાથે સાથે ધાબા ઉપર ડીજે સેટ, માઇક અને બેસવા માટે ખુરશીઓની વ્યવસ્થા કરવામાં આવે છે.

જો કે ઘણી જગ્યાએ ભોજન વિનાના પેકેજ પણ આપવામાં આવે છે. તો કયાંક પતંગ-માંજા સાથેના પેકેજ પણ આપવામાં આવે છે, જેમાં ધાબુ ભાડે લેનારે ખાલી હાથ આવવાનું બધી વ્યવસ્થા પેકેજ પ્રમાણે થાય છે. તેમાં પણ ફુલ-ડે અને હાફ-ડે ના પેકેજ પણ નક્કી થાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી ધાબા ભાડે આપવાનું ચલણ વધ્યું છે.

તેને લઇને પોળમાં રહેતા મધ્યમ વર્ગના લોકો માટે રોજગારીનું સર્જન થયું છે. જો કે પેકેજમાં નક્કી કરેલા સંખ્યા કરતા વધારે લોકો આવે તો વ્યક્તિ દીઠ ભાડુ વધારે વસુલાય છે. આ અંગે પોળના એક અગ્રણીના જણાવ્યા પ્રમાણે હાલમાં ખાડિયા, માંડવીની પોળ, રાયપુર, સારંગપુર, સાંકડીશેરી સહિતની પોળમાં અત્યારે ૮૫ જેટલા ધાબા બુક થઇ ગયા છે. તેમ છતાંય હજુ રોજ ધાબા માટે ઇન્કવાયરી આવે છે. લોકો વધારે ભાડુ આપવા તૈયાર થયા છે પરંતુ ધાબા તમામ બુકીંગ છે.

 

 

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

મહીસાગર નદીમાં ઘોડાપુર, કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ.

elnews

કોર્ટમાં આજે બિહારના ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવના કેસ મામલે સુનાવણી

elnews

વડાપ્રધાને અમદાવાદમાં લોકાર્પણ કરતા, કહ્યું આ સમાજે બીજીવાર પીએમ બનાવ્યો

elnews

Leave a Comment

error: Content is protected !!