Business :
શું છે યોજના
તમે કિસાન વિકાસ પત્ર (Kisan Vikas Patra) સ્કીમમાં 1,000 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો. તેમાં રોકાણ કરવાની કોઈ મહત્તમ મર્યાદા નથી. તેની પાકતી મુદત 124 મહિના (10 વર્ષ 4 મહિના) છે. આ યોજના ખાસ ખેડૂતો માટે બનાવવામાં આવી છે. જેથી તે લાંબા સમય સુધી રોકાણ કરી શકે. 18 વર્ષ કે તેથી વધુ ઉંમરનો કોઈપણ ભારતીય નાગરિક તેમાં રોકાણ કરી શકે છે. આ યોજનામાં 2.5 વર્ષનો લોક-ઇન પીરિયડ હોય છે.
આ પણ વાંચો… દૂધમાં ઉકાળીને આ બે વસ્તુ ખાઓ, શરીરનું વજન વધવા લાગશે.
124 મહિના સુધી ઇન્વેસ્ટ
આ પ્લાનમાં તમારે તમારું રોકાણ 124 મહિના સુધી જાળવી રાખવું પડશે. અહીં દર ક્વાર્ટરમાં વ્યાજ દરો નક્કી કરવામાં આવે છે. સરકાર આ સ્કીમ પર 6.9 ટકાના દરે વ્યાજ આપી રહી છે. જૂનમાં તેના વ્યાજ દરમાં કોઈ ફેરફાર થયો નથી. રેપો રેટમાં વધારાને જોતા હવે તેના વ્યાજ દરમાં વધારો થવાની આશા છે.
5 લાખના થઈ જશે 10 લાખ
પોસ્ટ ઓફિસ સિવાય તમે આ સ્કીમને જાહેર ક્ષેત્રની બેંકોમાંથી પણ ખરીદી શકો છો. અહીં તમને રોકાણ પર ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે. મેચ્યોરિટી પર તમારા રૂપિયા બમણા થઈ જાય છે. જો તમે તેમાં 5 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો 124 મહિના પછી આ રકમ બમણી થઈને 10 લાખ રૂપિયા થઈ જશે.