Gandhinagar, EL News
ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન પૂછેલા સવાલના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા સરકારી કાર્યક્રમોની જાહેરાત પાછળ કુલ રૂ. 988.58 લાખનો ખર્ચ કર્યા હોવાની માહિતી આપી છે. જ્યારે CWGના ખેલાડીઓના ઈનામ માટે રૂ.80 લાખ ચૂકવાયાનો ગૃહમાં સ્વીકાર કર્યો છે.
માહિતી મુજબ, ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ સવાલ કર્યો હતો કે, છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા સરકારી ઉત્સવો અને કાર્યક્રમોની જાહેરાત પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે? તેનો જવાબ આપતા રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગે જણાવ્યું હતું કે, સરકારી ઉત્સવોની જાહેરાત પાછળ સરકારે કોઈ ખર્ચ કર્યો નથી. પરંતુ, સરકારી કાર્યક્રમની જાહેરાત પાછળ કુલ રૂ. 988.58 લાખનો ખર્ચ કરાયો છે. માહિતી અને પ્રસારણ વિભાગે જણાવ્યું કે, વર્ષ 2021-22માં સરકારી કાર્યક્રમની જાહેરાતો પાછળ રૂ. 430 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો, જ્યારે વર્ષ 2022-23માં રૂ. 558.58 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. આમ કુલ રૂ. 988.58 લાખનો ખર્ચ થયો છે.
આ પણ વાંચો…રેસિપી / વિકેન્ડ પર બનાવો સ્પગેટી પાસ્તા, બધાને જ આવશે પસંદ, નોંધી લો રેસિપી
છેલ્લા 10 વર્ષ કરતા આ વર્ષે મહિલાઓ પર થતા ગુનાઓનું પ્રમાણ ઘટ્યું
આ સાથે CWGના ખેલાડીઓના ઈનામ માટે રૂ.80 લાખ ચૂકવાયાનો પણ સરકારે ગૃહમાં સ્વીકાર કર્યો છે. ઉપરાંત, ગૃહમાં મહિલા સુરક્ષા અંગેના સવાલના જવાબમાં રાજ્ય સરકારે માહિતી આપી કે છેલ્લા 10 વર્ષ કરતા આ વર્ષે મહિલાઓ પર થતા ગુનાઓનું પ્રમાણ ઘટ્યું છે. સરકારી માહિતી આપી કે, રાજ્યમાં મહિલા વિરુદ્ધ ગુનાઓના માર્ગદર્શન માટે 181 હેલ્પલાઈન, સાઇબર ગુનાઓ માટે 1930 હેલ્પલાઈન કાર્યરત કરાઈ છે. આ સાથે સરકારે કહ્યું કે, સુરક્ષા માટે મહિલાઓને આત્મનિર્ભર બનાવવા સુરક્ષાસેતુ યોજના હેઠળ મહિલાઓને તાલીમ પણ અપાય છે.