25.9 C
Gujarat
December 22, 2024
EL News

મૃત જન્મેલ બાળકના મોતનું કારણ જાણવા લેબોરેટરી પરીક્ષણના મામલમાં

Share
Panchmahal:

ગોધરા શહેરમાં આવેલ લારા હોસ્પિટલ ખાતે આજ રોજ જન્મેલા મૃત બાળકનું લેબોરેટરી પરિક્ષણ કરવવાની બાબતે વિવાદ થતાં મમલો ગરમાયો હતો.

દર્દીનાં સાગઓને અન્ય વ્યક્તિઓ દ્વારા ગેર સમજ ઉભી કરી ઉસકેરતા વાત વણસી ગઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર સેહ્જાના લડબડ નામના દર્દીને મૃત બાળકનો જન્મ થયો હતો. હવે પછીની પ્રસૂતિ વખતે આવું મૃત બાળક જન્મે નહીં તે માટે દર્દીને સમજાવી મૃત બાળકનું લેબોરેટરી પરીક્ષણ માટે લેબોરેટરી સ્ટાફ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હતા.

ત્યાર બાદ દર્દીનાં સગઓનું મન પલટાતા ડોક્ટર સામે આક્ષેપો શરૂ કર્યા હતા. આ મમલો પોલીસ સ્ટેશને પહોચતા ડોક્ટરે પોલીસને હકીકતો જણાવી મેડિકલ સાયન્સના આધારે ખુલાસો આપ્યો હતો.

દર્દીનાં સાગઓ દ્વારાં બિલ ભરવાની બાબતે પણ કરી દાદાગીરી. ૧૦૦ થી વધુ સાગઓ અને વ્યક્તિઓનું ટોડું ચઢી આવ્યું.

પોલીસની દરમ્યાનગીરીથી ટોડું વિખેરાયું. દર્દીનાં સગા તથા ટોળાં સામે પોલીસે કાર્યવાહી કરી.

Measurline Architects
Click Advertisement To Visit
આ મામલે ડોક્ટરે શું ખુલાસો આપ્યો

આ બાબતે ડોક્ટર સુજાત વલીએ ખૂલશો કરતાં જણાવ્યું હતું કે આજ રોજ સેહ્જાના લડબડ નામના દર્દીને અહી લાવવામાં આવ્યા હતા તેમની સાથે તેમના પતિ હતા.

અમને પ્રથમ તપાસ માં ખબર પડી કે તેમનું બાળક અંદર મુત્યુ પામ્યું છે અમે તેમને અન્ય જગ્યા એ સોનોગ્રાફી કરવવા માટે મોકલ્યા અને સોનોગ્રાફી કરાવીને આવ્યા પછી તેમના પતિને સવિસ્તામાં સમજાવ્યું અને એમની સાથે ચાર મહિલાઓ હતી તેમને પણ સમજાવ્યું.

તે પછી તે લોકો જતા રહ્યા અને ફરી થી આવ્યા ત્યારે તેમની સાથે પાંચ મહિલાઓં હતી અને (સેહજાના લડબડ)ના પતિ પણ સાથે હતા તે બધાને ફરી થી સમજાવવામાં આવ્યું અને ફરી થી હવે પછીની પ્રેગનન્સીમાં બાળકને આવુંના થાય તે માટે અમુક તપાસની સમજણ આપવામાં આવી.

Godhra, Lara hospital
Dr. Sujat Vali, Lara Hospital, Godhra

એમાંથી કેરોટાયપિંગ, માઈક્રોએરે અને NGS માઈક્રોએરેની તપાસ કરવાથી આપણને એવી ખબર પડે કે જેનેટીક બીમારી ની કે જેથી હવે પછી ના બાળક માં આ બીમારી અટકાવી શકાય.

તેના માટે માઈક્રોએરે તપાસ કરાવી લેવા ની સલાહ હતી અમે જબરજસતી નહોતી કરી પછી એ લોકો ઉપર ગયા એમાંના સગાઓના રૂમમાં ગયા અને પછી ઘરે ગયા અને ઘરેથી પાછા આવીને પાછા દાખલ થયા અને પછી એ લોકોએ હા પાડી અને પેહલા ના પાડ્યા પછી તેમનું મન બદલાયું.

જેની અમારા પાસે સહી અને સંમતી પણ છે કે અમારે એ તપાસ કરાવી છે અને પછી લેબોરેટરીના ટેકનિશિયન આવી દીપિકા એ સમજાવ્યું બે વાર એમના સસરાને કે આ પાંચ જગ્યા એ થી ટીસ્યુ લેવી પડે માઈક્રોએરે માટે પાંચ જગ્યાએથી શરીરમાંથી ટીસ્યુ લેવી પડે અને હ્રદય માંથી લોહી લેવું પડે તો માઈક્રોએરેની જેનેટિક તપાસ થઇ શકે આ સુવીધિત છે દરેક ચોપડીઓમાં લખેલું છે.

PANCHI Beauty Studio
Advertisement
તમે દુનિયામાં ગમે ત્યાં અમેરિકામાં પણ આ રીતે લેવાય અને ભારતમાં પણ અને મેં મારી ત્રીસ વર્ષની પ્રેક્ટીસમાં પંદર વખત આવી રીતે નાના બાળકના મૃત બાળક હોય એમના અગુંઠા કટ કરી અને હ્રદય માંથી લોહી લઇ મોકલ્યું છે ચામડી મોકલી છે લીવર અને કીડનીની ટીસ્યુ મોકલી છે.

આ તપાસ માટે છે એ કાંઈ અમારા માટે કે લેબોરેટરી ફાયદા માટે નથી કરવામાં આવ્યું કે જેથી તપાસ થાય જેનેટિક બીમારી ખબર પડે તો હવેના પછીના બાળકમાં એ અટકાવી શકાય.

આ સમજ અમેં તોફીકને પણ આપી છે એમના સગાઓને પાંચ વખત કાઉન્સીલીંગ કરેલું છે અમારા પાસે રેકોડિંગ છે આટલું બધું સમજાવ્યા છતા ક્યાંક અગમ્ય કારણોસર ગર્ભિત કારણસર આ વાંધા વચકા ઉભી કરીને ઝઘડો કરવા પ્રયત્ન કર્યો એ અમને સમજમાં નથી આવતું.

જો કોઈ આમાં વેસ્ટેટ ઇન્ટરેસ્ટ ધરાવતા માણસોને એવું હોય કે અમે આમાંથી આર્થિક ઉપાર્જન કરીશું તે મોટી ભૂલ ભરેલી વાત છે.

અમે કદી એમના તાબે થઈશું નહીં અમે કશું ખોટું કર્યુું જ નથી અને આ મેડીકલ સાયન્સ પ્રમાણે કરેલું છે અમે અમારું નથી કર્યું કે અમારા માટે નથી કર્યું છતાય એ લોકોના સમજે અને ખોટી રીતે લોકોને ઉશ્કેરે તો એ એમની ભૂલ ગણાશે.

તોફિક મલેક દ્વારાં ઉસકેરણી કરી હોવાનું જાણવા મળેલ છે. દર્દીના પિયર પક્ષ તથા સાસરી પક્ષ વચ્ચેના મતભેદો હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.

Godhra news
People rushed at Lara Hospital, Godhra

લેબોરેટરી સ્ટાફ દ્વારા મૃત બાળકના સેમ્પલ લેવાની ઘટનાનો વિરોધ કરનાર સગઓએ જ બાળકનું પોસમોર્ટમ કરાવ્યુ.

બિલ ભરવાની બાબતે પણ તકરાર ઊભી કરી દર્દીનાં સગઓ ૧૦૦ થી વધુ વ્યક્તિઓના ટોળાં સાથે આવી ચઢ્યા હતા.

દર્દીનાં પતિ અને સસરાએ એકાઉન્ટ વિભાગના કર્મચારીઓને જણાવેલ કે સાના માટે પૈસા માંગો છો અમો તોફિક મલેકને બોલાવીશું તેમ કહી હોબાડો મચાવવ્યો હતો.

પોલીસને હૉસ્પિટલ દ્વારા જાણ કરતાં આવેલ ટોડાને વેર વિખેર કરતાં મામલો થાળે પડ્યો હતો. પોલીસની ઉપસસ્થિતિ બાદ હોસ્પિટલ બિલની રકમ ચૂકવી દર્દી તેમજ તેના સગઓ પરત ફર્યા હતા.

આ વિવાદ મામલે તોફિક મલેક દ્વારાં ઉશ્કેરણી કરી હોવાનું જાણવા મળેલ છે. તોફિક મલેક પણ હોસ્પિટલ ખાતે આવી ચઢેલ. દર્દીના પિયર પક્ષ તથા સાસરી પક્ષ વચ્ચેના મતભેદો હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.

પોલીસની ભૂમિકા

પોલીસ દ્વારા દર્દીનાં સગઓને સમજાવી બિલ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરાવી હતી. આવેલ ટોળાને વિખેરી મમલો થાળે પાડ્યો હતો.

આ પણ વાંચો..ટાટાના આ 5 શેરોએ 1 વર્ષમાં 80% થી 750% વળતર આપ્યું, રોકાણકારોને મળી ચાંદી


રોજબરોજના સમાચાર તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે, આજે જ પ્લેસ્ટોર ઉપર થી ડાઉનલોડ કરો Elnews

 

 

Related posts

AMC દ્વારા ગાર્ડન રી-ડેવલોપ કરવાના ૮૫૭ લાખની મંજુરી

elnews

એક અમુલ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કર્મચારીએ કર્યો અગ્નિસ્નાન

elnews

બોર્ડ પરીક્ષામાં ટ્રાફિકમાં ફસાતા વિદ્યાર્થીની વ્હારે આવશે પોલીસ

elnews

Leave a Comment

error: Content is protected !!