Gandhinagar, EL News
ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીએ પીવાના પાણી મામલે ઉનાળા દરમિયાન કોઈ તંગી ના રહે તે માટે તાકીદ કરી છે.
અત્યારે ગરમીમાં ક્યાંક કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીને લઈને તંગી સર્જાઈ રહી છે. કેમ કે, કેટલાક વિસ્તારોમાં પાણીના નળ તો પહોંચ્યા છે પરંતુ પાણી નથી પહોંચી રહ્યું. જેથી લોકોને બહાર પાણી ભરવા માટે જવું પડી રહ્યું છે. આ પ્રકારની સ્થિતિ વચ્ચે આજે ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠકમાં આ મદ્દે પાણીની કોઈ તંગી ના સર્જાય તે પહેલા સૂચના આપવામાં આવી છે.
પાણીની વ્યવસ્થા ન હોય તેવા વિસ્તારોમાં ટેન્કરથી પાણી પહોંચા઼વા સૂચના આપવામાં આવે છે. નલ સે જલ યોજના કાર્યરત નથી તેવા વિસ્તારો પર ધ્યાન આપવા સૂચના આપવામાં આવી હતી. નલ સે જલ યોજનામાં જ્યાં પણ ક્ષતિ હોય તે ઝડપથી પૂર્ણ કરવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો…6 ડમી પેઢી બનાવી 8 કરોડના GST કૌભાંડ કેસમાં બે ઝડપાયા
ઉલ્લેખનીય છે કે, લોકોના ઘરે ક્યાંયક અંતરાયળ જેવા વિસ્તારોમાં ઉનાળામાં પાણી રેગ્યુલર નથી મળી રહ્યું તો ક્યાંયક એક જ ગામમાં દરરોજના બદલે સપ્તાહમાં 2વાર જ પાણી મળી રહ્યું છે ત્યારે આ સ્થિતિ વચ્ચે સુચારું આયોજન થાય તેવી પણ લોકોની માગ છે.