Sports, EL News:
૫૧મી સીનીયર નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશિપ માં ગુજરાત નો સેમી ફાઇનલ માં પ્રવેશ.
અમદાવાદ ખાતે સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના રમત સંકુલ નીકોલ ખાતે ચાલી રહેલી ૫૧મી સિનિયર નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશિપ માં ઈતીહાસ માં પ્રથમ વખત ગુજરાત ની ટીમ સિનિયર નેશનલ માં સેમી ફાઇનલ માં પ્રવેશ પામી છે.
અને પોતાનું સ્થાન મેડલ ટેલી માં પાક્કું કરી ચૂકી છે. આ ચેમ્પિયનશિપમાં ગુજરાત ટીમના કેપ્ટન નીકુજ કહાર દ્વારા ટીમ આગેવાની નો ખૂબ જ સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું છે.
હેન્ડબોલ એશોશીએશન ગુજરાત ના સેક્રેટરી જનરલ રવીરાજસિહ રાજપૂત દ્વારા ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સેમી ફાઇનલ માં ગુજરાત ટીમ સર્વીસીસ સાથે આજે સાંજે ૪:૦૦ વાગે ટકરાઈ.
લીગ રાઉન્ડમા દાદરાનગર હવેલી સામે ૪૧-૧૯થી, આસામ સામે ૧૭-૫ થી, ઝારખંડ સામે ૩૨-૨૩ સાથે તમામ મેચ જીતી પુલમાં પ્રથમ સ્થાને રહેલ.
પ્રિ-ક્વાર્ટર માં હિમાચલ પ્રદેશને ૪૧-૨૪ થી હરાવી ક્વાર્ટર ફાયનલમા પ્રવેશ મેળવેલ જેમા પંજાબ સામે ૪૧-૪૦ થી જીત મેળવી સેમીફાયનલ મા પ્રવેશ મેળવી સિનિયર નેશનલમા મેડલ કન્ફર્મ કરેલ છે.
ગત ૨૮/૧૨/૨૦૨૨ના રોજ સેમીફાયન માં સર્વીસીસ સામે ગુજરાત પોતાનુ દમ દેખાડ્યું હતું. બીજી સેમીફાયનલ મધ્યપ્રદેશ અને દિલ્હી વચ્ચે રમાશે.