Gujarat Update:
આગામી 5 દિવસમાં ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં પણ સાંજે 4 કલાક આસપાસ વરસાદ જોવા મળ્યો હતો. અમદાવાદ સિવાય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળશે. ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
તેમાં પણ 13 તારીખના રોજ વલસાડ, નવસારી, નર્મદા, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત અમદાવાદમાં પણ સામાન્ય વરસાદ આગામી દિવસો પડી શકે છે. આ ઉપરાંત આગામી 5 દિવસમાં જોવા મળી શકે છે. ખાસ કરીને વરસાદની સાથે સાથે પવન ભારે ફૂંકાવાની શક્યતા છે.
વરસાદનો માહોલ આજથી જ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં વરસાદી માહોલ ગાજવીજ પવન સાથે જોવા મળ્યો હતો. આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જેવી સ્થિતિ જોવા મળી છે. ખાસ કરીને બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાના કારણે વરસાદનું જોર ફરીથી ગુજરાતમાં વધી રહયું છે.
આ સિસ્ટમ સક્રીય થઈ હોવાથી આગામી 5 દિવસ વરસાદ દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર સહીતના વિસ્તારોમાં પણ પડી શકે છે. ખાસ કરીને આ વખતે સિઝનનો સારો એવો વરસાદ પડ્યો હતો ત્યારે વધુ વરસાદ પડવાની શક્યતા છે. વરસાદની સ્થિતિ વચ્ચે તમામ ડેમ, સરોવરો અને નદીઓમાં પાણી જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચો…વનરક્ષક કર્મચારીઓ ગ્રેડ પે વધારાની માંગણી સાથે હડતાળ પર.
જો કે, આગાહી મુજબ બંગાળની ખાડીમાં પ્રશર સર્જાતા અમદાવાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ આજે સાંજે હતો. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્પયો હતો. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી ગરમી પડી રહી હતી ત્યારે આ ગરમીમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો.