28.7 C
Gujarat
December 22, 2024
EL News

પતિ-પત્ની હવન કુંડમાં પોતપોતાના મસ્તકની પૂજા કરે છે

Share
Gandhinagar, EL News

આજે પણ ઘણી જગ્યાઓ પર અંધ શ્રદ્ધાની પરાકાષ્ઠા સામે આવતી હોય છે જેમાં અનેક લોકોને અંધશ્રદ્ધાની આગમાં હોમવામાં આવતા હોય છે ત્યારે રાજકોટમાં હાહાકાર મચાવતી ઘટના સામે આવી છે જેમાં પતિ પત્નીએ અંધશ્રધ્ધામાં આવી પોતાના મસ્તક હવન કુંડમાં હોમી દીધા હતા.

Measurline Architects

આ ઘટનાની જાણ થતા પોલીસ તથા મામલતદારે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલ પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના રાજકોટ જીલ્લાના વિંછીયા તાલુકાની છે જ્યાં અંધશ્રદ્ધાની આગમાં ૨ જીવને હોમવામાં આવ્યા હતા.

વિછીયા ગામે મોઢુકા રોડ પર પોતાની વાડીમાં રહેતા હેમુભાઈ મકવાણા અને તેમની પત્ની હંસાબેન મકવાણાએ પોતાની વાડીમાં ઝુંપડી બનાવી વિધિ શીખતા હતા. પોતાના માસુમ પુત્ર અને પુત્રીને વીંછીયા તેમના મામાને ઘરે મૂકી આવ્યા બાદ બંને પતિ પત્ની વાડીમાં બનાવેલ ઝૂંપડીમાં જઈ દંપતીએ જાતે બનાવેલા હવન કુંડમાં બલિ ચડાવી જિંદગીનો અંત આણ્યો હતો. દંપતીએ હવન કુંડમાં બલિ ચડાવવાનું અગાઉથી પ્લાનિંગ કર્યું હતું. બન્ને દ્વાર હવાન કુંડ તૈયાર કરવામાં આવ્યું હતું જેમાં પતિ-પત્ની હવન કુંડની બાજુમાં સુઈ ગયા હતા.

આ પણ વાંચો…કલાકો સુધી ટોઇલેટમાં બેસીને પણ નથી થતું પેટ સાફ

કોઈપણ રીતે માંચડામાં ભારેખમ લોખંડના ધારદાર અને વજનદાર એક હથિયારને બે પાઈપના સહારે ઉપર ચડાવ્યું હતું. ત્યારબાદ તેને એક દોરી બાંધી હતી. જે દોરીને કોઈપણ પ્રકારે કાપીને કે છૂટી મૂકીને છાપરાંની ઉંચાઈથી પટક્યું હતું. જેમાં પતિ અને પત્નીના મસ્તક કપાઈ ગયા હતા. જેમાં પત્નીનું મસ્તક હવન કુંડમાં પડ્યું હતું અને પતિનું મસ્તક હવન કુંડથી દૂર પડ્યું હતું. લોકો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ હેમુભાઈ મકવાણા અને તેમની પત્ની હંસાબેન મકવાણા તાંત્રિક વિધિ અને અંધશ્રદ્ધામાં આવીને હોમ હવન કરતા હતા ત્યારે અંધ શ્રદ્ધાની આગમાં જ બન્નેએ મસ્તકની બલી ચડાવી દીધી હતી.

પતિ-પત્નીએ હવનકુંડમાં કમળપૂજા કર્યાના બનાવમાં બે સુસાઈડ નોટ પણ મળી છે. બંને સુસાઈડ નોટને લોકો જોઈ શકે એ માટે ચીપકાવવામાં આવી હતી. સાથે રૂ. 50નો સ્ટેમ્પ પેપર પણ મળ્યો હતો. તેમના પરિવારને ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. વીછીયા પોલીસ તેમજ મામલતદાર અને રાજકોટ SOGના વિજયભાઈ વેગડ તેમની ટીમ સાથે પહોંચી ગયા હતા તાત્કાલિક બંને મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલ પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

અમદાવાદ પરેશાન થઈને યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ

elnews

અમદાવાદમાં ભડભડ સળગી ઉઠી BRTS બસ

elnews

સુરત- મોટા વરાછામાં મોટું ઓનલાઈન જુગારધામ ઝડપાયું

elnews

Leave a Comment

error: Content is protected !!