16.4 C
Gujarat
December 22, 2024
EL News

રાજકોટમાં ૪૮ વર્ષના એક નરાધમે બનાવ્યો હવસનો શિકાર

Share
Rajkot :
રાજકોટમાં બળાત્કારની ઘટનાઓ સતત વધતી જઇ રહી છે. ત્રણ જ દિવસમાં બળાત્કારની બીજી ઘટના સામે આવી જેમાં ૪૮ વર્ષના ત્યક્તને પ્રેમ સંબંધના નામે નરાધમે પોતાના હવસનો શિકાર બનાવી. વિગતો મુજબ 48 વર્ષની ત્યક્તાએ પોતાની ફરિયાદમાં આરોપી તરીકે સુરેશ નાથા સોલંકીનું નામ આપ્યું હતું અને તેમાં તેને જણાવ્યું હતું કે, રૂખડિયાપરામાં રહેતા યુવાન સાથે મનમેળ નહિ થતા તેની સાથે છૂટાછેડા લઇ લીધા હતા.
Measurline Architects
Click Advertisement To Visit
ત્યાર બાદ પોતે એકલી રહી પોતાનું ગુજરાન ચલાવવા હોસ્પિટલ ચોકમાં ઇમિટેશનના ઘરેણાં વેચે છે.ત્યારે ત્રણ વર્ષ પહેલા પોતે ઇમિટેશનનો સામાન લેવા આરોપી સુરેશની રિક્ષા ભાડે કરી આવતી-જતી હતી. અવારનવાર સુરેશની રિક્ષામાં જતી હોય બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. સુરેશ સાથે પ્રેમસંબંધ બંધાયા બાદ જામનગર રોડ, ઘંટેશ્વર 25 વારિયામાં સહેલી રહેતી હોય તેના ઘરે બંને મળતા હતા.

આ પણ વાંચો… ચૂંટણી પહેલા સીઆરપીએફએ અમદાવાદમાં કર્યું ફૂટ પેટ્રોલિંગ

ત્યારે સુરેશે ’ તું મને બહુ ગમે છે ’ તેમ કહી શરીરસંબંધ બાંધવાની વાત કરી હતી. જેથી પોતે ના પાડી હતી.દરમિયાન છ મહિના પૂર્વે બંને ફરી સહેલીના ઘરે મળવા ભેગા થયા ત્યારે સુરેશે પોતાની સાથે બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ તે અઠવાડિયામાં એક વખત મળવા બોલાવી સહેલીના ઘરે પોતાના પર દુષ્કર્મ આચરતો હતો. અંતે સુરેશ વિરુદ્ધ પોલીસ કમિશનર કચેરીમાં દુષ્કર્મ આચર્યાની અરજી કરી હતી. જે અરજીની તપાસ બાદ ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

અમદાવાદ શાહ આલમમાં મુસ્લિમોમાં ભારે રોષ જોવા મળ્યો.

elnews

ગોધરા ભાટવાડા ટોલ પ્લાઝા GEPL કંપની દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું..

elnews

રાજકોટમાં પીએમ મોદીનો પ્રચંડ રોડ શૉ યોજાયો

elnews

Leave a Comment

error: Content is protected !!