Ahmedabad :
અમદાવાદમાં બીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે ત્યારે વિધાનસભા વિસ્તારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ મતદાન કર્યું હતું. આજે અમદાવાદમાં મોટા મોટા ભાજપના દિગ્ગજ નેતાઓએ મતદાન કર્યું હતું. પીએમથી લઈને સીએમએ અમદાવાદમાં મતદાન કર્યું હતું.
અમદાવાદ શહેર જિલ્લામાં કુલ 21 વિધાનસભા મતવિસ્તારો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ ઢોલ-નગારા સાથે મતદાન કરવા શીલજ બૂથ પર પહોંચ્યા હતા. સમર્થકો તેમની સાથે જોવા મળ્યા હતા. શીલજથી જ્યારે મત આપીને તેઓ બહાર નિકળ્યા ત્યારે મત આપ્યા બાદ ભૂપેન્દ્ર પટેલે ચાની ચુસ્કી લીધી.
આ પણ વાંચો… આજની જીવનશૈલી પ્રમાણે કમરના દુખાવાની સમસ્યા ઊભી થાય છે.
શીલજમાં મતદાન કર્યા બાદ CM ભૂપેન્દ્ર પટેલે ચાની ચુસ્કી લીધા બાદ ત્યાં હાજર રહેલા લોકોને મતદાન કરવામાં કોઈ રહી ના જાય તેવી અપીલ પણ કરી હતી. મુખ્યમંત્રી શીલજ ગામમાં ચાની કીટલી પર પહોંચ્યા હતા. જ્યાં તેમણે લોકો વચ્ચે ઉભા રહીને ચાની ચુસ્કીઓ માણી હતી. નાગરીકોને મતદાન કરવા અપીલ કરતા કહ્યું કે, કોઈનો વોટ ચૂકી ન જાય બધાએ વોટ કરવો જોઈએ તેમ મુખ્યમંત્રીએ કહ્યું હતું.
પીએમ મોદી અને સીએમ ભૂપેન્દ્ર પટેલ બાદ અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મતદાન કર્યું હતું. અમિત શાહે આજે નારણપુરામાં મતદાન કર્યા બાદ મીડીયા સમક્ષ વાતચીત દરમિયાન કહ્યું કે, જેમને પહેલીવાર મતાધિકાર પ્રાપ્ત થયો છે તેમને કહું છું કે, તેઓ અચૂકથી મતદાન કરે. ગુજરાતના 2.5 દાયકાની વિકાસ યાત્રાને આગળ વધારો ગુજરાતનો વિકાસ એ ફક્ત ગુજરાતનો વિકાસ નહીં પરંતુ દેશના વિકાસ કરવાની પરંપરાને જાળવી રાખવાની છે.