Ahmedabad :
અમદાવાદમાં સર્જાઈ મોટી દુર્ઘટના..સાતમા માળેથી લિફ્ટ તૂટતા 8 શ્રમિકોના મોત.ગુજરાત યુનિર્વસીટી નજીક એસ્પાયર-2 નામની બિલ્ડિંગના બાંધકામ દરમ્યાન સર્જાઈ દુર્ઘટના.
લીફ્ટ તૂટતા કુલ આઠ લોકો પડ્યાં હતાં
જ્યારે કામ ચાલી રહ્યું હતું ત્યારે લીફ્ટ તૂટતા કુલ આઠ લોકો પડ્યાં હતાં. જેમાંથી બે વ્યક્તિ ઉપરથી નીચે પડ્યાં હતાં. બાકીના 6 શ્રમિકો બેઝમેન્ટમાં પડ્યા હતાં. જેમને આસપાસની બિલ્ડિંગના લોકોએ રેસ્ક્યૂ કર્યા હતાં.
શરૂઆતમાં 2 લોકોને એમ્બ્યુલેન્સમાં મોકલ્યા જે બાદ 15 મિનિટ અન્ય 4 વ્યક્તિઓ -2 બેઝમેન્ટમાં ફસાયા હોવાની ખબર પડતાં તેમને બહાર કાઢ્યા અને તે બાદ પંપથી -2 બેઝમેન્ટમાં ભરાયેલું પાણી બહાર કાઢ્યું ત્યારે વધુ 2 મજૂર મળ્યા હતા તેમને બહાર કાઢ્યા એમ કુલ 8 મજૂરોને બહાર કાઢ્યા હતા.એક મજૂરે કહ્યું કે, 13માં માળે લિફ્ટનું કામ ચાલતું હતું. સેન્ટિગ ભરવાનું કામ કરતા હતા. ત્યારે અચાનક જ તેઓ નીચે પડ્યા હતા. 6 જેટલા લોકો નીચે પડ્યા હોવાની મને ખબર છે.
આ પણ વાંચો… હર્ષ એન્જિનિયર્સના IPOમાં દાવ લગાવવાની તક
મૃત્યુ પામનાર શ્રમિકો
સંજયભાઈ બાબુભાઇ નાયક
જગદીશભાઈ રમેશભાઈ નાયક
અશ્વિનભાઈ સોમાભાઈ નાયક
મુકેશ ભરતભાઈ નાયક
મુકેશભાઇ ભરતભાઇ નાયક
રાજમલ સુરેશભાઇ ખરાડી
પંકજભાઇ શંકરભાઇ ખરાડી