Business :
જો આપ પણ પોસ્ટ ઓફિસમાં એફડી કરાવાનું વિચારી રહ્યા છો, તો પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટથી વધારે સારો કોઈ વિકલ્પ હોઈ શકે નહીં. POTD ને પોસ્ટ ઓફિસ ફિક્સ ડિપોઝિટ તરીકે ઓળખાય છે. આ બેકમાં થનારી એફડી માફક હોય છે. ખાસ વાત એ છે કે, આ યોજનામાં રોકાણ કરનારા નાગરિકો એક નિશ્ચિત સમય બાદ ગેરેન્ટીકૃત રિટર્ન મળે છે. પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ અકાઉન્ટને પણ ભારતીય નાગરિક ખોલાવી શકે છે. તેને કેશ અને ચેક બંને માધ્યમથી ઓપન કરી શકાય છે. તો વળી ચેકની તારીખને અકાઉન્ટ ઓપનિંગ ડેટ તરીકે નોંધવામાં આવે છે.
આ અકાઉન્ટને ખોલવા માટે ન્યૂનતમ રાશિ 1000 રૂપિયા છે, જ્યારે અધિકતમ રાશિની કોઈ મર્યાદા નથી. આ ખાતામાં મોટા ભાગે ત્રણ વ્યક્તિ દ્વારા સંયુક્ત રીતે ખોલાવી શકાય છે. તો વળી કોઈ પણ વ્યક્તિ વિના પ્રતિબંધે કોઈ ખાતુ ખોલાવી શકે છે. આ ઉપરાંત તેની પાસે દેશની અંદર પોતાનું એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં ટ્રાંસફર કરવાનો વિકલ્પ પણ મળશે.
લોક ઇન પીરિયડ
કોઈપણ વ્યક્તિ એક, બે, ત્રણ કે પાંચ વર્ષના સમયગાળા માટે આ ખાતા દ્વારા તેના નાણાંનું રોકાણ કરી શકે છે. તે જ સમયે પોસ્ટ ઓફિસમાં અરજી કરીને ખાતાની અવધિ પણ વધારી શકાય છે.
આ પણ વાંચો… કોળાના બીજ ખાવાથી ખૂબ ફાયદા થઈ શકે છે
પોસ્ટ ઓફિસ ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજનો દર
આ યોજના હેઠળના વ્યાજ દરમાં નિયમિતપણે સુધારો કરવામાં આવે છે અને તેની ગણતરી ત્રિમાસિક ધોરણે કરવામાં આવે છે. જ્યારે ચુકવણી વાર્ષિક ધોરણે કરવામાં આવે છે. નાણાકીય વર્ષ 2021-22 ના Q2 ના રોજ પોસ્ટ ઓફિસ સમય થાપણો માટેના નવા સુધારેલા દરો નીચે મુજબ છે
આ યોજનામાં રોકાણ કરનારા થાપણદારો પણ આવકવેરા મુક્તિનો દાવો કરી શકે છે. ઈન્કમ ટેક્સ એક્ટ, 1961ની કલમ 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીની કપાતનો દાવો કરી શકાય છે. જો કે, આ છૂટ ફક્ત પાંચ વર્ષના લોક-ઇન સમયગાળા માટે ઉપલબ્ધ છે.
ઈમરજન્સીમાં ભંડોળ ઉપાડવા બાબતે
પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટમાં, વ્યક્તિને 6 મહિના પહેલા જમા રકમ ઉપાડવાની મંજૂરી નથી. જો રકમ છ મહિનાથી 12 મહિનાની વચ્ચે ઉપાડવામાં આવે છે, તો તેના પર મળતું વ્યાજ બચત ખાતા પરના વ્યાજ જેવું હશે. પોસ્ટ ઓફિસની આ યોજના એવા લોકો માટે ખૂબ જ સારી છે જેઓ તેમના પૈસા અન્ય જોખમી યોજનાઓમાં રોકાણ કરવા માંગતા નથી.
1 comment
[…] […]