Gujarat, EL News
અમદાવાદમાં ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે CREDAI ગાર્ડન તેમજ પીપલ્સ પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે અમિત શાહે કહ્યું કે, જગતના નાથની નગરચર્યાનો આ દિવસ છે.
રોજ અનેક લોકો જગન્નાથજીના દર્શન કરવા માટે મંદિર જાય છે પરંતુ સ્વયં આજે ભગવાન દર્શન આપવા માટે નગરચર્યાએ નિકળ્યા છે. ગુજરાત તેમજ ઓરીસ્સામાં ભગવાનની રથયાત્રા આજે નિકળી છે. ત્યારે આજે આપ સૌને શુભેચ્છાઓ. મારા મત ક્ષેત્રની અંદર સુંદર બગીચાનું નિર્માણ ક્રેડાઈ દ્વારા કરાયું છે. વધતી જતી શહેરીકરણની પ્રક્રીયામાં ક્યાંય વિસામાની જગ્યા સામાન્ય નાગરિકને લાગતી હોય તેવો ગાર્ડનો છે. ક્રેડાઈએ આ સુંદર સ્થળ નિર્માણ કર્યું છે.
આવતીકાલે યોગ દિવસ છે. નરેન્દ્રભાઈ યુનાઈટેડ નેશનમાં યોગ દિવસ મનાવશે. ગુજરાતના એ સમયના પૂર્વ મુખ્યપ્રધાન નરેન્દ્રભાઈને દેશ જ્યારે વડાપ્રધાન બનાવ્યા. ત્યારે પરીવર્તનની આશા લોકો રાખી રહ્યા હતા. દેશની સુરક્ષા અને બાહ્ય સુરક્ષા માટે અર્થતંત્રને મજબૂત કરવા, સુવિધાઓ, શિક્ષણ, રીસર્ચ સહીતના બધા જ ક્ષેત્રોમાં એ સમયે લોકો માનતા હતા કે, ભારત પાછળ પડતું જાય છે અને લોકોએ નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવ્યા અને પરીવર્તનનો અનુભવ દરેક નાગરિકે અનુભવ્યો
હું ભારતના પ્રથમ ગામે ગયો જ્યાંથી ચીન નજીક દેખાય છે. ત્યાં એક કાર્યક્રમ હતો એ પૂર્ણ થયો ત્યાં એક વૃદ્ધા કે જેમને કહ્યું કે, મારે ત્યાં ગૃહમંત્રી આવે તો આખા ગામમાં મારો વટ પડી જાય. હું તેમના ઘરે ગયો. જ્યાં મને ચા પીવડાવી મેં તેમનો આભાર માન્યો ત્યારે તેમણે મને કહ્યું હું વડાપ્રધાનનો આભાર માનું છું. અત્યારે તમે જે ચા પીધી તે સીલિન્ડરમાંથી બની છે. દર મહિને 5 કિલો અનાજ મળે છે. સ્વાસ્થ્યની તમામ સુવિધા મળી રહે છે અને વીજળી પણ મળી રહે છે. ત્યારે મને આ સાંભળીને સંતોષ થયો.
નરેન્દ્ર મોદીએ યોગ દિવસ થકી એક જનઆંદોલન બનાવીને તમામને એક સાથે જોડ્યા, લોકોના જીવનમાં પરીવર્તન હેલ્થ ક્ષેત્રે આવવાનું શરુ થયું. યોગ દિવસ ભારતે જ નહીં વિશ્વએ સ્વિકાર્યો. 170 દેશોમાં તેના કાર્યક્રમો થાય છે. ભારતીય સંસ્કૃતિને ખૂણે ખૂણે પહોંચાડવાનું કામ નરેન્દ્રભાઈ એ કર્યું છે.
આ પણ વાંચો… અમદાવાદ ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા:
છેલ્લા 4 વર્ષથી આપણે વૃક્ષારોપણ કરીએ છીએ. ગયા વર્ષે ગાંધીનગર લોકસભામાં 5 લાખ 42 હજાર વૃક્ષો ટકાઈ શક્યા છીએ. આ વૃક્ષો મોટા થઈ રહ્યા છે. સરપંચથી લઈને સંસદ સભ્યોને પત્ર લખ્યા, એએમસી, રોડ અને બિલ્ડીંગ વિભાગ અને ગુજરાત સરકારે આને એક અભિયાન તરીકે લીધું છે અને વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે. ક્રેડાઈના મિત્રોને વિનંતી છે કે, આ વર્ષેને અભિયાન તરીકે લઈને પોતે બનાવેલી બિલ્ડીંગમાં 25 વૃક્ષો વાવે. જેથી કરીને અમદાવાદ હરીયાળું બનવા તરફ આગળ વધશે.