23.2 C
Gujarat
November 21, 2024
EL News

મેં શૂન્ય થી શરૂઆત કરી હતી અને આજે મારી પાસે મર્સિડીઝ કાર પણ છે…

Share
Exclusive Interview of Just Fit founder Rahul Nathani with Shivam Vipul Purohit:

ગોધરા જેવા નાના શહેરમાં થી સલમાન ખાન, રામચરણ & આમિર ખાન નાં જીમ ટ્રેનર રાકેશ ઉડિયાર સાથે ટ્રેનિંગ ની સફર…

વાતચીત :
ગોધરા જેવા નાના શહેરમાં થી સલમાન ખાન, રામચરણ & આમિર ખાન નાં જીમ ટ્રેનર રાકેશ ઉડિયાર સાથે ટ્રેનિંગ ની સફર કેવી રીતે પસાર કરી?

12th નો અભ્યાસ પૂરો કરીને ગોધરા માં વધુ સ્કોપ ન હોવાથી હું અમદાવાદ આગળનો અભ્યાસ કરવા માટે ગયો. ત્યાં જઈને મારા મોડેલિંગ કરીયર ની શરૂઆત થઈ. સૌથી પહેલાં તો મોડેલિંગ ને ધ્યાન માં રાખીને હું બોડી વર્ક આઉટ કરી રહ્યો હતો પણ એક સમય જતાં મોડેલિંગ કરતા વધુ મને બોડી બિલ્ડિંગ માં રસ પડ્યો મેં ઘણા જીમ ટ્રેનર પાસે ટ્રેનિંગ પણ લીધી અને ઘણી બધી જગ્યાએ હું મીસગાઈડ પણ થયો અને જે તે સમયે રોજ નું એક જીબી ઇન્ટરનેટ ડેટા મળતો હતો જેમાં ગુગલનો ઉપયોગ પણ મર્યાદિત જ રહેતો એટલે તે સમયે હું મારા ગુરુ ને મળ્યો અને ગુગલ કરતા તેઓ જે કહે તે જ ગુરુમંત્ર અપનાવ્યો. ત્યાર બાદ અમદાવાદ માં ફ્રિલાન્સીન્ગ ટ્રેનિંગ શરૂ કરી અને ત્યારબાદ ગોધરા આવ્યા પછી મારી Just Fit સફરની શરૂઆત થઈ અને આજે તેનું પરીણામ જોઇ શકાય છે.

Rahul Nathani, Founder, Just Fit (EL News)
મોડેલિંગ શા માટે છોડ્યું?

ભણતર પૂરું થયું એટલે પિતાજી એ કહ્યું કે હવે ગોધરા આવી જા અને ફેમિલી બિઝનેસ માં ધ્યાન આપીએ. પણ મારે કંઈક અલગ અને પોતાનું કરવું હતું. આને તે સમયે હું અમદાવાદ ખાતે અનેક ને ટ્રેન કરી રહ્યો હતો અને ગોધરા માં એ વખતે એટલે કે ૨૦૧૮ માં જીમ, હેલ્થ અને ફિટનેસ માટે લોકો પૈસા ખર્ચે તેવું ખૂબ જૂજ હતું, થોડું રીસર્ચ કર્યું તો જણાયું કે અહિં આ બાબત ની અવેરનેસ ની જરૂર છે અને આ ક્ષેત્રે ગોધરા માં સારો રીસ્પોન્સ પણ મળી રહેશે. એટલે પછી ચોક્કસ નિર્ણય લીધો અને મોડેલિંગ છોડી ને બોડી બિલ્ડિંગ ક્ષેત્રે કારકિર્દી આગળ ધપાવી.

Rahul Nathani, Founder, Just Fit (EL News)
Just fit શરૂ કરતાં પહેલાં કેવાં ચેલેન્જીસ આવ્યાં?

આજથી ૫ વર્ષ પહેલા ગોધરા માં જીમ અને ફિટનેસ બાબતે એટલી જાગૃતિ આવે જાણકારી લોકો માં નહોતી. લોકો હરવા-ફરવા, મોજ-મસ્તિ, ખાવાપીવામાં ખર્ચ કરવામાં મસ્ત હતા તે સમયે ગોધરા ખાતે એક સારૂં જીમ હતું જ્યાં હું શરૂઆત માં ટ્રેનિંગ આપતો હતો અને ત્યાં ૭ થી લઈને ૩૦ લોકો મારી ટ્રેનિંગ માં શામેલ થયા અને હું તેમને ટ્રેનિંગ ની સાથે સાથે ફિટનેસ બાબતે જાગૃત પણ કરતો કારણ કે એ એવો સમય હતો જ્યારે લોકો પ્રોટીન પાવડર ને પણ સ્ટીરોઇડ સમજતા હતા… ચોક્કસ ચેલેન્જીસ તો ઘણા રહ્યા.

Rahul Nathani With Rakesh Udiyar (EL News)
જીમ એક ઓફબીટ બિઝનેસ આઇડિયા છે, પરીવાર ના સભ્યો ને કેવી રીતે મનાવ્યા?

બિલકુલ સાચી વાત છે.. જ્યારે ઘરે મેં જીમ શરૂ કરવાની વાત કરી તો પિતાજી અને આપણી વચ્ચે નો જનરેશન ગેપ નાં કારણે આ વિચાર તેમનાં મન માં ન બેઠો. પણ મેં જીદ કરી અને તેમને વચન આપ્યું અને કહ્યું હું તમને ડુબવા નહીં જ દઉં. અને તે સમયે પિતાજી એ તેમની જીવનભરની બચતથી એક મિલકત લીધી હતી તે તેમણે દાવ પર લગાવી અને ત્યાં થી Just Fit જીમ ની શરૂઆત થઈ અને આજે ૧ માંથી ૪ બ્રાન્ચ સુધી ની સફર ખેડી.

 

જીમ વિશે ની લોકો ની માનસિકતા બદલાવવા માં કયા તથ્યો કામ કરી ગયા?

નાની સીટી નાં જેટલા ગેરલાભ છે એટલા જ લાભ પણ છે. અમે જ્યારે લોકોને ટ્રેનિંગ આપવાની શરૂઆત કરી ત્યારે તેમને ફક્ત બોડી બિલ્ડિંગ જ નહીં પરંતુ તેમની હેલ્થ અને બોડી બાબત ની અંદરથી વિચારધારા બદલાય તે પણ નિર્ધારિત કર્યું. અને જેમ જેમ લોકો કરતાં ગયાં તેમને રીઝલ્ટ મળતા ગયા તેનાં પછી તેમની ફિટનેસ નાં કારણે તેમનો બોડી શેપ, ફિટનેસ, સ્ટેમિના તેમજ પર્સનાલિટી માં પરીવર્તન જોવા મળ્યા અને લોકો ધીરે ધીરે સમજવા લાગ્યા અને હજુ પણ ૧૦૦% નહીં પરંતુ મોટાભાગના લોકો આ બાબતે જાગૃત થયા છે.

Rahul Nathani With Shivam Vipul Purohit (EL News, The Eloquent)
બોડી બિલ્ડિંગ માં જીમ, ડાયટ અને રોજીંદા જીવન નું બેલેન્સ કેવી રીતે કરવું?

જીમ એક કલાક છે પણ ત્યાર પછી નાં ૨૩ કલાક તમે કેટલી ઉંઘ લો છો, શું ખાઓ છો, ઓફિસ અવર્સ, કિચન, ઘરે શું કરો છો એ તમારી ફિટનેસ તૈયાર કરે છે. ૯૦% કરતા વધુ લોકો એથ્લીટ નથી તેથી તેઓને હું આ પદ્ધતિ થી નેચરલ ફિટનેસ લાવવા માટે ગાઈડ કરું છું પણ એની સાથે યંગસ્ટર્સ માં આજકાલ બોડી બિલ્ડિંગ માટે શોર્ટકર્ટ્સ વધુ અપનાવવામાં આવી રહ્યા છે તો તેઓને હું એ કહેવા માંગીશ કે જો તમારે સ્ટેજ પલ્ફોર્મન્સ ન આપવાનું હોય તો તમે નેચરલ જીમ પ્રેક્ટિસ તરફ જ જાઓ તે વધુ ફાયદાકારક છે.

હાલ Just Fit ની બ્રાન્ચ ક્યાં ક્યાં છે અને ફ્રેન્ચાઇઝી કોઈ ને લેવી હોય તો તેની શું પ્રક્રિયા છે?

ગોધરા ખાતે હાલ ૩ બ્રાન્ચ છે જેમાં એક બામરોલી રોડ, સાંપા રોડ અને એક વાવડી ખાતે છે અને ચોથી બ્રાન્ચ છે જે હમણાં થોડા દિવસો પહેલા જ શરૂ કરવામાં આવી છે તે બારીયા ખાતે છે. વાત રહી ફ્રેન્ચાઇઝીની તો Just Fit એક ભરોસો છે એટલે તેના કેટલાક નિયમો છે. અમે નજીક ની સીટી માં હજુ એક બ્રાન્ચ વિશે વિચારી રહ્યા છીએ તો જો કોઈ ને આ ક્ષેત્રે આગળ વધવું હોય તો તે ચોક્કસ અમારો સંપર્ક કરી શકે છે.

જીમ નાં બિઝનેસ માં કમાણી શું છે?

લોકોને આ ઇન્ડસ્ટ્રી માટે ઘણી ગેરમાન્યતાઓ છે પણ હું તેમને કહિશ આ ખુબ જ વિકાસશીલ ઇન્ડસ્ટ્રી છે. આમાં ઘણાં વિશાળ સ્કોપ છે તમે રીલેશન બિલ્ટ કરતા જાઓ રીઝલ્ટ આપતા જાઓ, આમાં તમે બ્રાન્ચ ની સાથે ઓનલાઇન પણ ટ્રેનિંગ આપી શકો છો. હું મારી જ વાત કરૂં તો મેં શૂન્ય થી શરૂઆત કરી હતી અને આજે મારી પાસે મર્સિડીઝ કાર પણ છે.

Address:

3rd Floor Trimurti Complex opposite porwal market gayatrinagar char rasta, Bamroli Road, Godhra. Gujarat 389001

Contact:

+91 8866338669

Social Handles
Instagram: https://instagram.com/r_nathani1?igshid=OGQ2MjdiOTE=
Facebook: https://www.facebook.com/rahul.nathani.31?mibextid=ZbWKwL

 

Related posts

ત્વચામાં ગ્લો લાવવાની સાથે સાથે ચોખાનું ઓસામણ એકંદર આરોગ્ય સુધારે છે, જાણો તેના ફાયદા

elnews

The Eloquent Magazine First Edition

cradmin

‘બોલ્ડ એમ્બિશન્સઃ ધ ટ્રાયમ્ફ્સ ઑફ વુમન ટ્રેલબ્લેઝર્સ’ પુસ્તકનું મુંબઈમાં વિમોચન

elnews

Leave a Comment

error: Content is protected !!