Food Recipe, EL News:
પરોઠા તમે સવારના નાસ્તામાં બનાવો કે પછી એક દિવસ ના પ્રવાસમાં લઇ જાઓ ખાવાની મજા આવી જશે અને પરોઠા બહારથી ક્રિસ્પી અને અંદરથી મસાલેદાર બનશે
પરોઠાનો લોટ બાંધવા માટેની સામગ્રી
ઘઉંનો લોટ 2 કપ
ઘી / તેલ 2-3 ચમચી
સ્વાદ મુજબ મીઠું
ડુંગળી ના પરોઠા નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
ઝીણી ઝીણી સુધારેલ ડુંગળી 3-4
લીલા ધાણા સુધારેલા 2 કપ
લીલા મરચા સુધારેલા 2-3
આદુ પેસ્ટ 1/2 ચમચી
લાલ મરચાનો પાઉડર / ચીલી ફ્લેક્સ 1 ચમચી
ધાણા જીરું પાઉડર1/2 ચમચી
આમચૂર પાઉડર 1 ચમચી
ગરમ મસાલો 1 ચમચી
કસુરી મેથી 1 ચમચી
સ્વાદ મુજબ મીઠું
ઘી / તેલ જરૂર મુજબ
ડુંગળીના પરોઠા બનાવવાની રીત
ડુંગળીના પરોઠા બનાવવા સૌપ્રથમ આપણે લોટ બાંધી લેશું ત્યાર બાદ એનું સ્ટફિંગ તૈયાર કરીશું અને ત્યાર બાદ પરોઠા વણી ને ગોલ્ડન શેકી લેશું
પરોઠાનો લોટ બાંધવાની રીત
એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને બે ચમચી ઘી / તેલ નાખી મસળી લ્યો ત્યાર બાદ એમાં જરૂર મુજબ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો ને એક ચમચી તેલ / ઘી નાખી લોટ ને મસળી લ્યો ને ઢાંકી ને રાખો
ડુંગળીનું સ્ટફિંગ બનાવવાની રીત
સ્ટફિંગ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઝીણી ઝીણી સુધારેલ ડુંગળી, ધોઇ સાફ કરેલ લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલા, આદુ પેસ્ટ, લાલ મરચાનો પાઉડર / ચીલી ફ્લેક્સ, ધાણા જીરું પાઉડર, આમચૂર પાઉડર, ગરમ મસાલો, હાથ થી મસળી કસુરી મેથી અને સ્વાદ મુજબ મીઠું નાખી મસળી ને મિક્સ કરી લ્યો
ડુંગળીના પરોઠા બનાવવાની રીત
બાંધેલા લોટ માંથી એક લુવો લ્યો અને વાટકા નો આકાર આપી દયો ત્યાર બાદ એમાં સ્ટફિંગ ભરી બરોબર પેક કરી લ્યો ને હથેળી વડે થોડા દબાવી લ્યો ત્યાર કોરા લોટ થી હલકા હાથે વણી લ્યો હવે ગેસ પર એક તવી ને ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે એમાં વણેલો પરોઠા ને નાખો ને બને બાજુ થોડો થોડો ચડાવી લ્યો
પરોઠા ને બને બાજુ થોડા થોડા ચડાવી લીધા બાદ બને બાજુ ઘી કે તેલ લગાવી ગોલ્ડન શેકી લ્યો આમ બધા પરોઠા વણી ને શેકો લ્યો ને ચટણી કે સોસ સાથે સર્વ કરો ડુંગળી ના પરોઠા