Food Recipe:
આ રીતે મિશ્રણ કરવામાં આવે છે:
ચણાની દાળ મૂળ ચણાના લોટ માટે વપરાય છે. પરંતુ નકલી ચણાનો લોટ તૈયાર કરવા માટે નફાખોરો 25 ટકા ચણાના લોટમાં 75 ટકા સોજી, વટાણાની દાળ, ચોખાનો પાઉડર, મકાઈ અને ઘેસારીનો લોટ અને કૃત્રિમ રંગો ઉમેરે છે.
આ સાથે ઘઉંના લોટમાં કૃત્રિમ રંગો મિક્સ કરીને ચણાનો લોટ તૈયાર કરવામાં આવે છે.
હાઇડ્રોક્લોરિક એસિડ: ઓળખો ચણાનો લોટ અસલી છે કે નકલી
તે તપાસવા માટે તમે હાઇડ્રોક્લોરિક એસિડનો ઉપયોગ કરી શકો છો. આ માટે એક બાઉલમાં બે ચમચી ચણાનો લોટ લો અને તેમાં બે ચમચી પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવો. હવે તેમાં બે ચમચી હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરો અને પાંચ મિનિટ માટે રહેવા દો.
થોડા સમય પછી જો ચણાના લોટમાં લાલ રંગ દેખાય તો સમજવું કે ચણાના લોટમાં ભેળસેળ કરવામાં આવી છે.
લીંબુ સાથે કેવી રીતે ઓળખવુંચણાના લોટમાં ભેળસેળ છે કે નહીં
તે તપાસવા માટે તમે બે ચમચી ચણાનો લોટ લો. હવે તેમાં બે ચમચી લીંબુનો રસ ઉમેરો. તેમાં બે ચમચી હાઇડ્રોક્લોરિક એસિડ પણ ઉમેરો. તેને થોડી વાર રહેવા દો. થોડા સમય પછી જો ચણાનો લોટ લાલ કે ભૂરા રંગનો દેખાય તો તેનો અર્થ છે કે ચણાનો લોટ નકલી છે.
આવા જ જાણકારીસભર લેખ વાંચવા માટે આજે જ પ્લેસ્ટોર ઉપરથી ડાઉનલોડ કરો