Ahmedabad :
અમદાવાદમાં આવાસોના કામોને લઈને મંજૂરી આપવામાં આવી રહી છે. ત્યારે પશ્ચિમ વિસ્તાર ઉપરાંત પૂર્વ વિસ્તારમાં પણ ૧૦૩.૮૩ કરોડના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૧૧૮૦ આવાસો બનાવવામાં આવશે. ખાસ કરીને અગાઉ ટીપી મંજૂર કર્યા બાદ તેના કામોને લઈને ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂર્વ ઝોનના નિકોલ વોર્ડમાં અંદાજીત રુ. ૧૦૩.૮૩ કરોડના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૧૧૮૦ આવાસો બનાવવામાં આવશે.
આ આવાસોમાં પાણી પુરવઠો, ગટર લાઈન અને વીજ પુરવઠા સહિત બેઠક રુમ, બેડરુમ, રસોડુ, સંડાસ-બાથરુમ અને ચોકડી સહિતની સુવિધા ધરવાતા બનાવાવમાં આવશે. આ ઉપરાંત આકર્ષક એલીવેશન, ભૂકંપ પ્રતિરોધક બાંધકામ, વેટ્રીફાઈડ ટાઈલ્સ ફ્લોરીંગ, ગ્રેનાઈટનું કિચન પ્લેટફોર્મ, ફ્લશ ડોર્સ, લીફ્ટ, પરકોલેશન વેલ, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સોલર રૂફ ટોપ, રાંધણ ગેસની લાઈન, આર.સી.સી. રોડ તેમજ ઈલેક્ટ્રીક સબ સ્ટેશનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.
આ પણ વાંચો… દિવાળીના નાસ્તામાં બનાવો અડદની દાળ પુરી
ટીપી સ્કીમ હેઠળ પૂર્વ વિસ્તારમાં પણ આ પ્રકારે કામોને મંજૂરી આપવામાં આવી છે.
શહેરીજનોનું ઇઝ ઓફ લિવિંગ વધારવું એ રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે ત્યારે ews ના મકાનોને પણ મજૂરી અપાયા બાદ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.