Ghandhinagar:
15મી વિધાનસભા સત્રના પ્રથમ દિવસની શરૂઆત ધમાકેદાર રહી હતી. વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસના 17 ધારાસભ્યોએ સત્રના પ્રથમ રાઉન્ડમાં વૉકઆઉટ કર્યું હતું. શાસક પક્ષ દ્વારા નિયમોના ઉલ્લંઘનનો પમ આરોપ લગાવવામાં આવ્યો હતો.

રાજ્યપાલના આભાર પ્રવચનની નકલ ન મળવાને કારણે આભારની દરખાસ્ત અંગે મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસે સરકારના બિલને પ્રાધાન્ય આપીને આભાર પ્રસ્તાવ પર બીજા દિવસે ચર્ચા કરવા વિનંતી કરી. જો કે, હંગામા બાદ વિપક્ષે ગૃહમાંથી વોકઆઉટ આ કારણે કર્યું હતું.
આ પણ વાંચો…સુરતમાં વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો, ટીશર્ટ પર લખ્યું ગેમ ઓવર
કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ આરોપ લગાવતા કહ્યું કે, બિઝનેસ એડવાઈઝરી કમિટીમાં રાજ્યપાલના આભાર પ્રસ્તાવ પર ચર્ચા વિશે કોઈ માહિતી નથી. નિયમ મુજબ આભાર પ્રસ્તાવ માટે 2 થી 3 દિવસની ચર્ચા કરવાની હોય છે. પરંતુ નિયમોનો ભંગ કરીને બે કલાકમાં ચર્ચાનો અંત આવ્યો હતો.
કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પણ વોકઆઉટ બાદ સવાલો ઉઠાવ્યા હતા તેમણે કહ્યું કે, સલાહકાર સમિતિની રચના કરવામાં આવી નથી. આ વિના વિધાનસભાનું કામકાજ નક્કી થઈ શકે નહીં. એ વાત સાચી છે કે સંસદીય કાર્ય મંત્રીને અમારી ચિંતા છે પરંતુ તેમણે નિયમોનું પાલન કરવાની પણ જરૂર છે. ઋષિકેશ પટેલે કહ્યું કે, આ દુર્ભાગ્યપૂર્ણ છે કે, કોંગ્રેસના નેતા નક્કી કરી શક્યા નથી. તેથી કોઈની સાથે વાત કરવી શક્ય નથી.