Ahmedabad, EL News
અમદાવાદમાં આગઝરતી ગરમીનો સામનો અમદાવાદીઓને કરવો પડશે. આવતીકાલથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગરમીનું ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. આવતીકાલથી બે દિવસ માટે ગરમીનું જોર વધશે.
ગરમીનો પારો આવતીકાલથી 43 ડીગ્રી આસપાસ જોવા મળશે. લોકોને ગરમીમાં બિન જરુરી બહાર ના નિકળવા માટે પણ સલાહ આપવામાં આવી છે.
જે આ વર્ષે અત્યાર સુધીની સૌથી ગરમ દિવસ હશે. કેમ કે, અત્યાર સુધીમાં 41થી 42 ડીગ્રી આસપાસ ગરમીનો પારો નોંધાયો છે. આગામી સમયમાં ગરમીના પ્રકોપને કારણે ઓરેન્જ એલર્ટ બાદ રેડ એલર્ટ પણ જારી કરવામાં આવી શકે છે.
આ પણ વાંચો…આ સમયે નાસ્તો, લંચ અને ડિનર ખાવાથી પેટ ફૂલી જશે
ભારતમાં ઘણા સ્થળોએ તાપમાન 45 ડિગ્રી અથવા તેથી વધુ સુધી પારો પહોંચે છે. જો તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ હોય, તો તેને હીટ વેવ કહેવામાં આવે છે અને જો તે તેનાથી વધી જાય, તો તેને અતિ તીવ્ર ગરમી કહી શકાય. ત્યારે અમદાવાદગમાં પણ ગરમીનો પારો 43 ડીગ્રીને પાર જઈ શકે છે
ઉનાળામાં યલો એલર્ટની સ્થિતિ સર્જાય છે જ્યારે વિવિધ વિસ્તારોમાં 2 દિવસ સુધી હીટવેવ રહે છે, પરંતુ તાપમાન નિયંત્રણમાં રહે છે. યલો એલર્ટ એટલે કે શહેરમાં તાપમાન 41.1 થી 43 ડિગ્રી રહેવાની શક્યતા છે. હીટવેવ્સમાં ખાસ કરીને બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધો અથવા બિમાર લોકોએ કાળજી લેવી ખૂબ જરૂરી છે.
રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews