Surat:
સમગ્ર ભારતમાં જયારે કોઈ એ મુઘલ સમયમાં ભારત થી બહાર જવું પડતું તો ત્યારે એક માત્ર સ્થળ ભારત નો સુરત હતો કે જ્યાંથી પાણી ના જહાજ મારફતે લોકો જતા હતા અને મુસ્લિમ બિરાદરો પણ ત્યાંથી પોતાના પવિત્ર ધાર્મિક ધામ એટલે મક્કા માટે પણ હજ કરવા માટે જતા હતા એટલે સુરત નો ઈતિહાસ એ દરેક કરતા જુદો છે
સુરત શહેરનો ઇતિહાસ ખૂબ જ વૈભવી રહ્યો છે. મોગલ કાળની અનેક ચીજ વસ્તુઓ આજે પણ સુરતના ઐતિહાસિક કિલ્લામાં જોવા મળે છે. મેટ્રો લાઇનના ખોદકામ દરમિયાન આજે ચોક બજારથી કોર્પોરેશન તરફ જતા વચ્ચે આવતા પેટ્રોલ પંપ પાસેથી ઐતિહાસિક ટોપ મળી આવી છે.
આ પણ વાંચો…બીએફ.7 વેરીયન્ટની દહેશત વચ્ચે આરોગ્ય મંત્રીનું નિવેદન
સુરતના ચોક બજાર વિસ્તારની અંદર અનેક એવી ઐતિહાસિક ચીજ વસ્તુઓ સમયાંતરે મળી રહે છે. ખાસ કરીને કિલ્લાને રીનોવેશન કરવા માટે જે કામગીરી કરવામાં આવી રહી હતી. તે સમય પણ અનેક ઐતિહાસિક વસ્તુઓ ખોદકામ દરમિયાન મળી આવી હતી.
ચોક બજાર વિસ્તારમાં જ મેટ્રો લાઇનની કામગીરી ચાલી રહી છે તેના કારણે અલગ અલગ જગ્યા ઉપર ખોદકામ કરવામાં આવી રહ્યું છે. ચોક બજારથી પેટ્રોલ પંપ પાસે ખોદકામ દરમિયાન ત્રણ તોપ મળી આવી છે. આ બાબતની જાણ થતા જ ત્રણે તોપોને હાલ કિલ્લામાં લઈ જવામાં આવી છે.