Ahemdabad, EL News
બિહારના નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવના અમદાવાદમાં થયેલા માનહાનિના કેસમાં ત્રણ સાક્ષીઓ બાદ કોર્ટમાં વધુ એક સાક્ષીના નિવેદનો નોંધવામાં આવ્યા છે.
બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ પર માર્ચ મહિનામાં વિધાનસભા પરિસરમાં ગુજરાતના લોકો વિશે આપેલા નિવેદનને કારણે રાજ્યની જનતાને બદનામ કરવાનો આરોપ છે. વૈશ્વિક સ્તરે તેમની છબી ખરડાઈ છે. કોર્ટે આ મામલે સુનાવણી માટે આગામી તારીખ 23 જૂન નક્કી કરી છે.
બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવની માનહાનિના કેસમાં મુશ્કેલીઓ વધી પણ શકે છે. અમદાવાદ કોર્ટમાં 26 એપ્રિલે નોંધાયેલા કેસમાં પુરાવાઓની તપાસ કરાઈ રહી છે. અત્યાર સુધી આ કેસમાં ઘણા સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે, તેથી હવે એક ખાનગી ન્યૂઝ ચેનલના રીપોર્ટર પાસેથી પણ તેજસ્વી યાદવના નિવેદનની સીડી કોર્ટમાં જરૂરી દસ્તાવેજો સાથે સોંપવામાં આવી હતી.
તેજસ્વી યાદવના ગુંડાવાળા નિવેદનને લઈને અમદાવાદમાં હરેશ મહેતાએ 26 એપ્રિલે કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. યાદવનું આ નિવેદન સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થયું હતું. તેજસ્વીનું નિવેદન ત્યારે ફરી ચર્ચામાં આવ્યું હતું અને આ મામલે કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો… આગામી 5 દિવસ રાજ્ય પર ‘બિપરજોય’નું સંકટ,આ વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ
આગામી દિવસોમાં બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવની મુશ્કેલીઓ પણ વધી શકે છે. અગાઉ ગુજરાતની સુરત કોર્ટના ચુકાદા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકસભાની સદસ્યતા ગુમાવી દીધી છે. સુરતની કોર્ટે રાહુલ ગાંધીને મોદી અટક અંગે કરેલી ટિપ્પણીના કેસમાં બે વર્ષની કેદની સજા ફટકારી હતી. બીજા જ દિવસે તેમણે લોકસભાનું સભ્યપદ ગુમાવ્યું. તેજસ્વી યાદવના કેસ મામલે પણ ગુજરાતમાં સુનાવણી ચાલી રહી છે. સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે અને નિવેદન સાથે સંબંધિત કેસેટની ચકાસણી કરાઈ રહી છે. તેજસ્વી યાદવ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં મેટ્રોપોલિટન કોર્ટ 23 જૂનના રોજ સુનાવણી હાથ ધરશે.