Ahemdabad, EL News
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બાદ ગુજરાતમાં માનહાનિના કેસનો સામનો કરી રહેલા તેજસ્વી યાદવના કેસની આજે અમદાવાદ કોર્ટમાં સુનાવણી થશે.
તેજસ્વી યાદવના ગુજરાતીઓને ઠગ કહેવા મામલે અમદાવાદની મેટ્રો કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવશે. ફરીયાદીએ તેજસ્વી યાદવના ગુજરાતી ઠગ કહેવાના મામલે ગુજરાતીઓની લાગણી દુભાઈ છે અને ગુજરાતની ગરીમાને ઠેસ પહોંચી તેની સાથે સરખાવીને અગાઉના નિવેદનના આધારે ફરીયાદ કરી છે. અગાઉની 20 મેની સુનાવણી સાક્ષીઓએ તેમના નિવેદનમાં પણ ગુજરાતીઓનું અપમાન છે તેમ જણાવ્યું હતું.
તેજસ્વી યાદવ વિરુદ્ધ થયેલી ફરીયાદ મામલે ફરીયાદીએ કહ્યું હતું કે, દો ગુજરાતી ઠગ હે આ નિવેદનથી ગુજરાતી તરીકે દુખ થાય છે. આ તમામ ગુજરાતીઓનું અપમાન છે. માનહાનિ કેસ મામલે બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવના કેસની આજે અમદાવાદ કોર્ટમાં સુનાવણી થશે. ગુજરાતીઓને ઠગ કહેવાના મામલે કોર્ટમાં આજે મહત્વની સુનાવણી 20 મે બાદ હાથ ધરાશે આ પહેલા 8 મેના રોજ પણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો… હીરા કારીગર મોરાડિયા બાદ હવે તેમની દીકરીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ
26 એપ્રિલે તેજસ્વી યાદવ સામે માનહાનિનો કેસ નોંધાયો હતો. 1 મેના રોજ થયેલી પ્રથમ સુનાવણીમાં ફરિયાદીનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. બીજી સુનાવણીમાં મેટ્રોપોલિટન કોર્ટે તપાસનો આદેશ આપ્યો હતો. આ માનહાનિ કેસમાં સાક્ષીઓની પૂછપરછ અગાઉ 20મેના રોજ કરવામાં આવી હતી. ત્યારે આજે મહત્વની સુનાવણી થવાની છે. ત્યારે આજની સુનાવણીમાં કોર્ટ નક્કી કરી શકે છે કે તેજસ્વી યાદવને સમન્સ મોકલવામાં આવશે કે નહીં.