Coffee With Kisan:
ગારિયાધારમાં “કોફી વિથ કિશાન” જન સંવાદ કાર્યક્રમ ૧૦ ઓગસ્ટે યોજાશે અધિકારીઓ અને ખેડૂતો સાથે બેસીને આધુનિક ખેતી વિષયક ચર્ચા કરશે ભાવનગરનાં ગારીયાધાર સેવાસદન ખાતે તા. ૧૦ ઓગસ્ટ ને બુધવારે “કોફી વિથ કિશાન” જન સંવાદ કાર્યક્રમનું સવારે ૧૧.૩૦ કલાકે આયોજન કરવામાં આવ્યું છે.
આ જનસંવાદ કાર્યક્રમમાં આજુબાજુનાં ગામોમાંથી ખેડૂતો અને અલગ અલગ ખેતી વિષયક ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમમાં નાયબ ખેતી અધિકારી ખેતી વિષયક તેમજ આઈ-ખેડૂત પોર્ટલ વિષે માહિતી આપશે, એગ્રો નાં અધિકારીશ્રીઓ ખાતર-બિયારણ બાબતની માહિતી, વિસ્તરણ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી ખેડૂતલક્ષી રાજ્ય સરકાર ની યોજનાઓ વિષે જણાવશે.
આ ઉપરાંત આર. એફ. ઓ. વિભાગના અધિકારીશ્રીઓ સરકારની કાંટાળીવાડ યોજના અને વૃક્ષારોપણ વિષે માહિતી આપશે આ ઉપરાંત આધુનિક ડ્રોનનાં ઉપયોગ થી યુરીયા ખાતરનો ખેતરમાં છંટકાવ, પ્રાકૃતિક ખેતી, ઝીરો બજેટ ખેતી, નવા બિયારણ, નવી ટેકનોલોજી વિષે અધિકારીઓ ખેડૂતો સાથે સંવાદ કરશે.
તેમજ ખેડૂતો પણ પોતાના વિચારો રજૂ કરશે અત્રે ઉલ્લેખનીય છે કે ગારીયાધાર મામલતદાર આર. એસ. લાવડીયા અને તાલુકા વહીવટી તંત્ર દ્વારા તરફથી એક નવી પહેલ કરીને અધિકારીઓ અને ખેડૂતોને એક છત નીચે લાવીને ચર્ચા વિચારણા માટેનું એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.