Health tips:
શહેરના આરોગ્યપ્રેમીઓ દરરોજ હજજારો લીલા નાળિયેરના પાણી ગટગટાવી ગયા સ્વાસ્થ્યવર્ધક શિયાળાની ઋતુના આગમનની સાથે જ આરોગ્યવર્ધક ગણાતા લીલા નાળિયેરની માંગમાં ગોહિલવાડમાં દિન પ્રતિદિન વૃધ્ધિ થતી રહે છે. હેલ્થ પ્રત્યે અવેરનેસ વધતા ભાવનગર શહેરના આરોગ્યપ્રેમીઓ પ્રતિદિન હજજારો લીટર લીલા નાળિયેરના પાણી ગટગટાવી જાય છે.

સામાન્ય રીતે લીલા નાળિયેરની માંગ બારેમાસ રહેતી હોય છે. તેમાં ય ખાસ કરીને રોગચાળાની સીઝનમાં તો તેની ડિમાન્ડમાં સતત વધારો થતો રહે છે તેની ગત બે વર્ષ દરમિયાન કોરોનાકાળ દરમિયાન નાગરિકોને પ્રત્યક્ષ અનુભૂતિ થઈ હતી. કોરોનાએ માથુ ઉંચકતા દેશભરમાં અનેક આરોગ્યવર્ધક દવાઓની સાથોસાથ ઈમ્યુનિટિ પાવર વધારતા લીલા નાળિયેરની માંગમાં ધરખમ વધારો નોંધાયો હતો.
આ પણ વાંચો…બટાકા વગર બનાવો લીલા વટાણાનું સ્વાદિષ્ટ શાક
તે દરમિયાન તજજ્ઞો અને આયુર્વેદાચાર્યો કોરોના સામે ટકકર લેવા માટે નાળિયેરનો મહત્તમ ઉપયોગ કરવાની સલાહ આપતા જે તે વખતે નાળિયેરના ભાવ સડસડાટ રીતે આસમાને આંબ્યા હતા. જો કે, તે દરમિયાન સ્થાનિક સામાજિક સંસ્થાએ કોરોનાના દર્દી માટે વિનામૂલ્યે નાળિયેરના પાણીની પણ પ્રેરક વ્યવસ્થા કરી હતી. શિયાળામાં તો ઠંડા પીણાથી શરદી, કફ અને ઉધરસ થવાની ભીતિ હોય તે બીમારીમાં તબીબની સલાહ અનુસાર લીલા નાળિયેરનો ઉપયોગ દર્દીઓ કરી રહ્યા છે .