Ahmedabad, EL News:
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાને આવતી કાલે ડીસ્ચાર્જ કરવામાં આવશે. હીરાબાની તબિયત નાજુક થતા તેમને આવતી કાલથી સિવિલ કેમ્પસની યુએન મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તબિયત નાદુરસ્ત હોવાથી દિલ્હીથી પીએમ પણ માતાના ખબર અંતર પૂછવા માટે દોડી આવ્યા હતા. ત્યારે આજે તેમની તબિયત કાલ કરવા વધુ સુધરી છે.
તેમને ચોથા માળે પણ સિફ્ટ કરવામાં આવ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. તેમની તબિયતમાં સુધારાના કારણે આવતી કાલે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. 6 તબિબોની ટીમ ગઈકાલથી હીરા બાની સારવાર કરી રહ્યા છે. પીએમએ હોસ્પિટલમાં 1.5 કલાક જેટલો સમય વિતાવ્યો હતો અને ખબર અંતર માતાના પૂછ્યા બાદ ડૉક્ટરો સાથે પણ વાત કરી હતી.
આ પણ વાંચો…૫૧મી સીનીયર નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશિપ માં ગુજરાત નો સેમી ફાઇનલ માં..
હીરાબની તબિયત નાદુરસ્ત હોવાથી વડનગરના હાટકેશ્વર મંદિરમાં પૂજા કરવામાં આવી હતી. હીરાબાના સ્વાસ્થ્ય માટે હાટકેશ્વર મંદિરમાં વિશેષ પૂજા કરવામાં આવી હતી. હીરાબાના લાંબા આયુષ્ય માટે રુદ્રાભિષેક, રુદ્રીય પાઠ કરવામાં આવ્યા હતા.
હીરાબાના ગઈકાલે રીપોર્ટ કરવામાં આવ્યા હતા. ત્યારે આવતી કાલથી જે તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. અગાઉ હીરાબાની તબિયત 2016માં પણ ખરાબ થઈ હતી. ત્યારે ગઈકાલે ફરી તેમને યુએન મહેતામાં લાવવામાં આવ્યા હતા. ગઈકાલે આરોગ્ય મંત્રીથી લઈને સ્થાનિક ધારાસભ્યો વગેરે પણ તેમના ખબર અંતર પૂછવા માટે ત્યાં પહોંચ્યા હતા. ત્યારે આજે સીએમએ પણ રુબરુ પહોંચીને હીરાબાના ખબર અંતર પૂછ્યા હતા.