Surat, EL News
સુરતમાં મિત્રએ જ કરી મિત્રની હત્યા કરી છે. પ્રેમ સંબંધમાં પોતાના જ મિત્રને મોતને ઘાટ ઉતારી દીધો હતો, ગણતરીના દિવસોમાં જ સુરત જિલ્લા LCB પોલીસે હત્યારા મિત્રની કરી લીધી ધરપકડ કરી હતી. સુરતના છેવાડે આવેલા ઉમરપાડાની આ ઘટના છે.
સુરત જિલ્લામાં હત્યા,લૂંટ,ચોરી જેવી ઘટના હવે સામાન્ય બની ગઈ છે. અવાર નવાર આવી ક્રાઈમની ઘટનાઓ સુરતમાં બનતી રહે છે ત્યારે આવી જ ઘટનામાં વધુ એક ઉમેરો થયો છે,સુરતના ઉમરપાડામાં હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ હત્યા ચોરી કે લૂટ માટે નહી પરંતુ પ્રેમને કારણે થઈ છે. મિત્રએ જ પોતાના મિત્રને પ્રેમસંબંધને લઈ મોતને ઘાટ ઉતારી દીધો છે.
આખી ઘટના ઉપર નજર કરીએ તો થોડા દિવસો પહેલા સુરત જિલ્લાના ઉમરપાડાના જંગલ માંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહને જોતા પોલીસને અને પરિવારને સંકા ગઈ હતી માટે યુવકના મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું. આ પીએમ રિપોર્ટમાં યુવકની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું ત્યારે પીએમ રિપોર્ટ મુજબ ઉમરપાડા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ તેજ કરી હતી અને આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા હતા.
આ પણ વાંચો…પાદરા તાલુકામાં વહેલી સવારે MGVCLની ટીમોના ધામા
પોલીસના હાથે આ રીતે ઝડપાયો આરોપી
હત્યારા આરોપીને પકડવા માટે પોલીસે મૃતક સૈલેશ ચૌહાણની પત્નીની પૂછપરછ કરી હતી. પત્નીની પૂછપરછ દરમિયાન પત્નીએ મૃતક શૈલેષ ચૌહાણના મિત્ર ઘનશ્યામ સોલંકી ઉપર શંકા વ્યક્ત કરી હતી. પત્નીના નિવેદનને લઈ પોલીસે ઘનશ્યામ સોલંકીની શોધખોળ શરૂ કરી હતી દરમિયાન સુરત જિલ્લા LCB પોલીસને બાતમી મળી હતી કે, શૈલેષ ચૌહાણની હત્યા કરનાર આરોપી કામરેજના નવી પારડી નજીક બાઈક લઈને ઊભો છે જે બાતમીના આધારે LCB પોલીસે ઘનશ્યામ સોલંકીની ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછ દરમિયાન આરોપી ઘનશ્યામ સોલંકીએ મિત્ર શૈલેષ ચૌહાણની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
પ્રેમ સબંધના કારણે મિત્ર અને પત્ની સાથે થયા ઝઘડાઓ
પ્રેમસંબંધને લઈને મિત્ર એ મિત્રની હત્યા કરવા મજબૂર બન્યો હતો. મૃતક શૈલેષ ચૌહાણ આરોપી ઘનશ્યામ સોલંકીની પત્ની સાથે પ્રેમ સંબંધ ધરાવતો હતો. આ પ્રેમ સંબંધને લઈ ઘનશ્યામ સોલંકી અને તેની પત્ની સંગીતા સાથે અવાર નવાર ઝઘડાઓ થતાં હતાં ત્યારે આ જ કારણે ઘનશ્યામ અને તેની પત્ની પત્ની સંગીતા વચ્ચે ઝઘડો થયો હતો,ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કરતાં સંગીતા ઘનશ્યામને છોડી વતન જતી રહી હતી ત્યાર બાદ પણ મૃતક શૈલેષ સાથે સંગીતના પ્રેમ સંબંધ ચાલુ હતા માટે સંગીતા ઘનશ્યામ પાસે પરત આવી ન હતી ત્યારે શૈલેષ ચૌહાણને રસ્તામાંથી હટાવવા ઘનશ્યામ સોલંકીએ મિત્ર શૈલેષ ચૌહાણને પતાવી દેવાનો કારસો રચ્યો હતો.
આ રીતે હત્યાને અપાયો અંજામ
ઘનશ્યામે પૂરા પ્લાન સાથે મિત્ર શૈલેષ ચૌહાણને દેવમોગરા મંદિરે દર્શન કરવાના બહાને બોલાવ્યો હતો. બન્ને મિત્રો મોટર સાઇકલ ઉપર દેવમોગરા મંદિરે દર્શન માટે ગયા હતા જ્યાં બદલો લેવા માટે આરોપી ઘનશ્યામે ઉમરપાડાના જંગલમાં જ મિત્ર શૈલેષ ચૌહાણનું ઢીમ ઢાળી નાખ્યું હતુંઆરોપી ઘનશ્યામે મિત્ર શૈલેશનું માથાના ભાગે બોથર્ડ પદાર્થ વડે ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. હત્યાની ઘટનાને અંજામ આપી આરોપી ઘનશ્યામ ફરાર થઈ ગયો હતો પરંતુ LCB પોલીસે ગણતરીના જ દિવસોમાં હત્યારા મિત્રને ઝડપી જેલ હવાલે કરી દીધો છે.