21 C
Gujarat
December 22, 2024
EL News

શું તમે પણ બેંકમાં કરાવી છે FD ? તો જાણી લેજો આ વાત, હંમેશા ફાયદામાં રહેશો

Share

Business :

આ સમયે પ્રાઈવેટથી લઈને સરકારી સુધી લગભગ તમામ બેંકોએ ફિક્સ્ડ ડિપોઝિટ (Bank FD) એટલે કે એફડી પરના વ્યાજ દરમાં વધારો કર્યો છે. એવી ઘણી બેંકો છે જેણે એક જ મહિનામાં બે વખત FD પર વ્યાજ દર વધાર્યો છે. FD એ લોકોનો સૌથી પસંદીદા રોકાણ વિકલ્પ પણ છે. બચત કરવાની આ પદ્ધતિ દરેક ઉંમરના લોકોને પસંદ આવે છે. આનું સૌથી મોટું કારણ એ છે કે તે અન્ય યોજનાઓની તુલનામાં સલામત અને ઓછામાં ઓછું જોખમી છે. વ્યક્તિ તેમાં ટૂંકાથી લાંબા ગાળા માટે પણ રોકાણ કરી શકે છે.

PANCHI Beauty Studio
Advertisement

આજે અમે તમને FD સંબંધિત નિયમો, ટેક્સ સહિતની ઘણી માહિતી આપવા જઈ રહ્યા છીએ, જેને ધ્યાનમાં રાખીને તમે સરળતાથી આ સેવિંગ સ્કીમનો વધુ સારો લાભ લઈ શકો છો…

આ પણ વાંચો…ચણાના લોટ સાથે મસાલેદાર મગફળી ઘરે બનાવવાની રેસીપી

બે પ્રકારની હોય છે FD

સામાન્ય રીતે FD બે પ્રકારની હોય છે. પ્રથમ ક્યુમ્યુલેટિવ એફડી અને બીજી નોન-ક્યુમ્યુલેટિવ એફડી હોય છે. તેમા ત્રિમાસિક અને વાર્ષિક આધાર પર વ્યાજ મળે છે. જો કે તમે રેગ્યુલર ઈન્ટરવલ પર પણ વ્યાજનો લાભ લઈ શકો છો.

એફડીમાં રોકાણના આ છે ફાયદા

  • ફિક્સ્ડ ડિપોઝીટને રોકાણનો સૌથી સુરક્ષિત વિકલ્પ માનવામાં આવે છે.
  • તેમાં જમા કરાયેલ મુદ્દલ પર કોઈ જોખમ નથી હોતું. તેની સાથે તમે નિર્ધારિત સમયગાળામાં રિટર્ન પણ મેળવી શકો છો.
  • તેમાં રોકાણ કરેલી મૂળ રકમ સુરક્ષિત રહે છે કારણ કે એફડી પર બજારની વધઘટની સીધી અસર થતી નથી.
  • આ સ્કીમમાં રોકાણકારો માસિક વ્યાજનો લાભ લઈ શકે છે.
  • સામાન્ય રીતે એફડી પર મળતા વ્યાજ દર ઊંચા હોય છે. વરિષ્ઠ નાગરિકો માટે તે સૌથી વધુ રિટર્ન આપે છે.
  • કોઈપણ એફડીમાં માત્ર એક જ વાર રોકાણ કરવાનું હોય છે. જો રોકાણકાર તેના પછી વધુ ડિપોઝિટ કરવા માંગે છે, તો તેણે એક અલગ એફડી એકાઉન્ટ ખોલાવવું પડશે.
  • FD ની એક મેચ્યોરિટી મુદત હોય છે, તમારે તેટલા વર્ષો સુધી રૂપિયા જમા કરાવવાના હોય છે. પરંતુ આ ફાયદો એ પણ છે કે જો જરૂરી હોય તો, તમે સમય પહેલા પણ રૂપિયા ઉપાડી શકો છો. જો કે જો તમે મેચ્યોરિટી પહેલા એફડી તોડી નાખો તો તમે વ્યાજ ગુમાવો છો, તેના પર કેટલીક પેનલ્ટી ચૂકવવી પડશે. જે અલગ-અલગ બેંકોમાં અલગ-અલગ છે.

એફડી પર શું છે ટેક્સ કપાતનો નિયમ

ફિક્સ ડિપોઝિટ પર 0 થી 30 ટકા ટેક્સ કપાત છે. તે રોકાણકારના ઈનકમ ટેક્સ સ્લેબના આધારે કાપવામાં આવે છે. જો તમે એક વર્ષમાં 10,000 રૂપિયાથી વધુ કમાણી કરો છો, તો તમારે તમારી FD પર 10 ટકા ટેક્સ ચૂકવવો પડશે. જો કે તેના માટે તમારે તમારા પેન કાર્ડની કોપી સબમિટ કરવાની રહેશે. જો પેન કાર્ડ જમા કરાવ્યું નથી, તો તેના પર 20 ટકા TDS કાપવામાં આવે છે. જો રોકાણકાર ટેક્સ કપાતથી બચવા માંગે છે, તો તેના માટે તેમણે તેમની બેંકમાં ફોર્મ 15A સબમિટ કરવું જોઈએ. આ તે લોકો માટે લાગુ છે જેઓ કોઈપણ ઈનકમ ટેક્સના સ્લેબમાં આવતા નથી. કર કપાત ટાળવા માટે સિનિયર સિટીઝનોએ ફોર્મ 15H સબમિટ કરવું જોઈએ.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

જર્મનીમાં મંદી,વિશ્વની મોટી અર્થવ્યવસ્થા પર ખતરો

elnews

હવે નબળા નેટવર્કમાં પણ થઈ જશે પેમેન્ટ, RBIએ મર્યાદા વધારી

elnews

AI ના કારણે તેણે જીતી લોટરી, કરી તાબડતોબ કમાણી

elnews

Leave a Comment

error: Content is protected !!