Panchmahal:
પંચમહાલ જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાના અધ્યક્ષસ્થાને “હર ઘર તિરંગા” કાર્યક્રમની ઉજવણીના આયોજન સંદર્ભે બેઠક યોજાઈ હતી.
પંચમહાલ જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાના અધ્યક્ષસ્થાને “હર ઘર તિરંગા” કાર્યક્રમની ઉજવણીના આયોજન સંદર્ભે જિલ્લા સેવા સદન ગોધરા ખાતે વિવિધ વિભાગના સબંધિત અધીકારીગણો સાથે બેઠક યોજાઈ હતી.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરએ “હર ઘર તિરંગા” કાર્યક્રમની ઉજવણીના આયોજન સંદર્ભે અધીકારીગણો સાથે ચર્ચા વિચારણા કરી સુચારુ સલાહ સુચનો આપ્યા હતા.
જે અંતર્ગત પંચમહાલ જિલ્લાની બધી જ સરકારી, અર્ધસરકારી તથા વિવિધ પ્રતિષ્ઠિત સંસ્થાઓ પર તા.૧૩ ઓગષ્ટથી લઇને તા.૧૫ ઓગષ્ટ સુધી રાષ્ટ્રધ્વજ ફરકાવીને આ કાર્યક્રમની ઉજવણી કરવા જણાવ્યું હતું.
વધુમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “હર ઘર તિરંગા” કાર્યક્રમ દ્વારા દેશભક્તિની ભાવનાને ઉજાગર કરવા, રાષ્ટ્રીય ધ્વજ માટે જાગૃતિ અને રિસ્પેક્ટ વધે તથા ધ્વજનંર માન-સન્માન જળવાઈ રહે તે અંતર્ગત સમગ્ર જિલ્લામાં આયોજન કરવા જણાવ્યું હતું.
આ પ્રસંગે અધિક નિવાસી કલેક્ટર એમ.ડી ચુડાસમાએ જણાવ્યું હતુ કે પંચમહાલ જિલ્લામાં સરકારના નિયત માપ મુજબ ૨૦ બાય ૩૦ અને ૧૮ બાય ૨૪ માપના રાષ્ટ્ર ધ્વજને આગામી ૧૩ ઓગષ્ટથી લઇને તા.૧૫ ઓગષ્ટ સુધી ફરકાવવામાં આવશે.
તેમણે નગરપાલીકાના અધિકારીને સમયસર ધ્વજ મળી રહે તે મુજબ વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. આ સાથે પોલીસ સ્ટેશન પર બેનર, હોર્ડિંગ્સ, પરેડ અને તિરંગા સાથેની તમામ વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અર્જુનસિંહ રાઠોડ, નાયબ પોલીસ અધિકારી હિમાલા જોશી, નાયબ વન સંરક્ષક, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રીકાબેન ભાભોર, પ્રાંત અધિકારી એન.બી. રાજપુત સહિત જિલ્લાના વિવિધ સબંધિત અધીકારીગણો ઉપસ્થિત રહ્યા હતા.