Health tips, EL News
સુરતમાં એચથ્રીએનટુ વાયરસનું સંક્રમણ વધતા તંત્ર એક્શનમાં આવ્યું છે. દર્દીઓને ઝડપી સારવાર મળી રહે તે માટે ઈમરજન્સી કંટ્રોલ રુમ શરુ કરવામાં આવશે. આ મામલે કમિશનરની અધ્યક્ષતામાં રીવ્યૂ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ઈમરજન્સી કંટ્રોલ શરુ થતા દર્દીઓને સારવાર મળી રહ્યો છે. રીવ્યુ બેઠક મનપા કમિશનર દ્વારા કેટલાક સૂચનો પણ કરાયા છે. શરદી, ઉધરસ, તાવના કેસો વધતા ઈમરજન્સી કંટ્રોલ રુમ શરુ કરવામાં આવશે.
ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ રુમમાં ઈમરન્સી સારવાર જરુર પડે આપવામાં આવશે. જ્યાં વિવિધ ઈમક્વિપમેન્ટથી લઈને હેલ્થને લગતી સુવિધા તત્કાલ મળી રહેશે.
આ પણ વાંચો…ગરમીમાં ઠંડા થવા ખાઓ કેસર પિસ્તાની કુલ્ફી
20 ડૉક્ટર અને 650 પેરામેડિકલ સ્ટાફને કામગિરી સોંપવામાં આવશે
ખાનગી પ્રેક્ટિસનર તબીબોને પણ આ માટે તાકીદ કરવામાં આવી છે. કેસોની અગાઉની ગંભીરતાને ધ્યાનમાં રાખીને 20 ડૉક્ટર અને 650 પેરામેડિકલ સ્ટાફને કામગિરી સોંપવામાં આવશે. H3N2 વાયરસના કિસ્સામાં, ઉધરસ અને કફ લાંબા સમય સુધી ચાલુ રહે છે અને તાવ અને ન્યુમોનિયાની પણ સંભાવના છે. ત્યારે દર્દીઓ શિકાર બનતા લક્ષણને જોતા ટેસ્ટ થયા બાદ પોઝિટીવ આવતા સારવાર આપવામાં આવશે.