Gujarat :
કપરાડાના નાનાપોંઢા ગામે પ્રધાનસેવક નરેન્દ્રભાઇ મોદીએ જનસભાને સંબોધી હતી.
Pm મોદી એ જણાવ્યું કે, પહેલા ગામમાં હેન્ડ પંપ લાગે તો ગામમાં પેંડા વહેચાતા અને આજે એસ્ટોલ જેવી યોજનાઓથી આદિવાસી વિસ્તારમાં ઘરે ઘરે પાણી પહોંચ્યુ છે.
આજે ગુજરાતમાં નળ સે જળ યોજના થકી 100 ટકા પાણીની વ્યવસ્થા થઇ છે. આજે મત્ય ઉદ્યોગમાં ગુજરાતે ઘણો વિકાસ કર્યો છે. આપણા ગુજરાતના દરિયા કિનારેથી માછી પકડી દુનિયાના દેશોમાં મોકલવામાં આવે છે. આજે ગુજરાતના બંદરોનો પણ વિકાસ થયો છે જેના કારણે રોજગારી વઘી છે.
આ પણ વાંચો… પીનટ બટરના શોખીન છે, જાણો તેના ગેરફાયદા
Pm મોદી એ નવ યુવા મતદારો જે પહેલી વાર મત આપનાર વિઘાનસભા ચૂંટણીમાં મતદાન કરશે તેમને સંદેશો આપતા જણાવ્યું કે, જયારે દેશ આઝાદીના 100 વર્ષ ની ઉજવણી કરશે ત્યારે દેશનું નેતૃત્વ તમારા હાથમાં હશે. ગુજરાતમાં નફરત ફેલાવનારા લોકોને ગુજરાત ક્યારેય સ્વીકારશે નહી. પહેલાની ચૂંટણીમાં જેમણે-જેમણે ગુજરાતને નીચુ દેખાડવાનો પ્રયત્ન કર્યો છે તેને વાળી-ચોળી સાફ કરી દીધા છે અને આ ચૂંટણીમાં પણ તેમની જ આ દશા થશે. આવનાર ચૂંટણીમાં કમળની તાકાત સૌ સાથે મળી વધારી ગુજરાતને નવી ઉંચાઇ પર લઇ જવાનું છે.