EL News, Ahmedabad:
વિજ્ઞાન ગુર્જરી દ્વારા વિજ્ઞાન દ્વારા વિકાસ અંતર્ગત ગુજરાત વિજ્ઞાન સંમેલનના ભાગરૂપે સાલ એન્જિનિયરિંગ કોલેજ ખાતે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં વિજેતાઓને મોમેન્ટો તથા બેસ્ટ પીએચડી એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે સ્વામી શ્રી માધવ પ્રિયદાસજી કે જેઓ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમના હાથે વિજેતાઓને મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા.

શૈલેષભાઈ પટેલ અને વિવેકાનંદ ભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન ચૈતન્ય ભાઈ જોશી તથા જીગ્નેશભાઈ બોરીસાગર દ્વારા કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં વિજ્ઞાન ગુર્જરીતથા વિદ્યાર્થી વિજ્ઞાન મંથનના તમામ કાર્યકર્તાઓને પણ મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવામાં વિજ્ઞાન ગુર્જરીના તમામ કાર્યકરો દ્વારા પણ સુંદર સહકાર આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિમાં રહેલ વિજ્ઞાન ગોષ્ટિ તથા ભવ્યતા સાથે સમાપન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.