EL News, Ahmedabad:
બાળકો માં વિજ્ઞાન પ્રત્યે રસ રૂચિ કેળવાય તેમજ ભારતીય વિજ્ઞાન અંગે માહિતગાર થાય તે હેતુથી વિજ્ઞાનભારતી અંતર્ગત ગુજરાત માં વિજ્ઞાન ગુર્જરી દ્વારા દર વર્ષે ગુજરાત વિજ્ઞાન સંમેલન (GVS) નું આયોજન કરવામાં આવે છે.
GVS-22 માં ૧૭૦૦૦ લોકો સહભાગી બન્યા હતા. તેમજ આ વર્ષે પણ ગુજરાત વિજ્ઞાન સંમેલન 2023 યોજેલ છે જેમાં અનેક લોકો ઉત્સાહ પૂર્વક જોડાઈ રહ્યા છે. GVS-23 ઓનલાઇન તેમજ સાયન્સ સીટી અમદાવાદ ખાતે 15 થી 22 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે.
આ સંમેલનમાં ગુજરાત રાજ્યની અનેક શાળાઓ, કોલેજો યુનિવર્સિટીઓ, વિજ્ઞાન કેન્દ્ર માંથી વિજ્ઞાન રસીકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે.
દર વર્ષે યોજાતા આ સંમેલનમાં અનેક સ્પર્ધાઓના આયોજન પણ કરવામાં આવે છે જે અંતર્ગત આ વર્ષે પણ ગુજરાત વિજ્ઞાન સંમેલન 2023 માં સ્પર્ધામાં સહભાગી થવાનું ચૂકશો નહીં.
ગુજરાત વિજ્ઞાન સંમેલન 2023 ની વિવિધ સ્પર્ધાઓ નાં ઇનામો ૨૮ ફેબ્રુઆરી નાં રોજ જાહેર કરાશે.
ગુજરાત ભરમાં રજીસ્ટ્રેશન બાબતે વિજ્ઞાન ગુર્જરી સુરેન્દ્રનગર વિસ્તાર નાં જવાબદાર આરતી દવે દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.
રજિસ્ટ્રેશન બાબતે અનુરોધ કરતા તેઓએ જણાવ્યું હતુ કે નમસ્કાર મિત્રો હું આરતી દવે સ્વાગત છે આપનું વિજ્ઞાન ગુજરીના આગામી ગુજરાત વિજ્ઞાન સંમેલનમાં. જો આપને વિજ્ઞાન વિષય પ્રવૃતિમા રસ હોય તો આપ સૌ આજે જ આપેલી લીંક પર નોંધણી કરાવો. જેમાં ઓનલાઇન કોમ્પિટિશન અને ઓફલાઈન વર્કશોપમાં ભાગ લેવા માટે તારીખ 15/2/2023 સુધીમાં રજીસ્ટ્રેશન લિંક પર કરાવી શકો છો વિજ્ઞાનના આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે આપને વિજ્ઞાન વિષય પ્રવૃતિમાં રસ હોય તો ચોક્કસ રજીસ્ટ્રેશન કરાવો અને આ ભવ્ય સંમેલનના સહભાગી બનો. તો આપ સૌ પણ આવો સાયન્સ સીટી રજીસ્ટ્રેશન ની લીંક ઉપર આપેલી છે તેના પર જઈ રજીસ્ટ્રેશન કરાવો અને જીવીએસની એટલે કે ગુજરાત વિજ્ઞાન સંમેલનની વેબસાઈટ તથા આપને વિજ્ઞાન ગુર્જરી ની વેબસાઈટ પર પણ બધી જ માહિતી મળી રહેશે તો આ ભવ્ય ગુજરાત વિજ્ઞાન સંમેલનમાં આપ સૌનું સ્વાગત છે. આશા છે કે આપ સૌ પણ આ વિજ્ઞાન વિષયક પ્રવૃત્તિના ચોક્કસ ભાગીદાર બનશો. વધુ માહિતી માટે વેબસાઈટ પર જઈ માહિતી મેળવો અથવા મોબાઈલ નંબર 63 55 10 63 29 આરતીબેન દવેનો સંપર્ક કરો.