Do Batter, Feel Batter:
રાજ્ય માં છેલ્લા એકાદ વર્ષથી અંગદાન મહાદાન ના અભિયાન ને ખૂબજ વેગ મળ્યો છે. રાષ્ટ્ર ની આ સમસ્યા જે ખૂબ જ ગંભીર હતી પરંતુ આ વિષય ને દરેક જિલ્લામાં અને સમાજમાં પહોંચવામાં સફળ રહ્યો છે.
તેનું કારણ ફક્ત દિલીપભાઈ દેશમુખ (દાદા) છે. તેમને મળેલા લિવર દાન બાદ તેમણે અંગદાન જાગૃતિ નો સંકલ્પ લીધો અને પછી શરુ થયો આ મહાયજ્ઞ.
દિલીપભાઈ દેશમુખ દ્વારા અંગદાન જાગૃતિ અભિયાન ને રાજ્યમાં દરેક જિલ્લા, સમાજ અને દરેક વ્યક્તિ સુધી પહોંચાળવા પ્રવાસો ચાલુ કરવામાં આવ્યા, સેમીનાર, લોક સંવાદ ના માધ્યમ થી આ સંદેશો ફેલાવવાનો પ્રયત્ન શરુ થયો.
રાજ્ય ના દરેક જિલ્લામાં અંગદાન જાગૃતિ નો રથ તેમના સંકલ્પ દ્વારા ફેરવવામાં આવ્યો. આજે રાજ્ય સરકાર દ્વારા પણ તેમના વિચારો ને ધ્યાનમાં રાખીને મેડીકલ સેક્ટરમાં અંગદાન મહાદાન જનજાગૃતિ માટે પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો…નરેન્દ્ર મોદીના જન્મદિવસને અનુલક્ષીને મેગા મેડિકલ કેમ્પ યોજાયો
દિલીપભાઈ દેશમુખ દ્વારા પોતાના આ જીવનને ત્રીજું જીવન માની “માય થર્ડ ઈનીન્ગ” નામનું પુસ્તક અંગદાન જાગૃતિ માટે સમાજને અર્પણ કરવામાં આવ્યું છે… તેમના પ્રયાસો અને સંકલ્પ થી અંગદાન કરવામાં ગુજરાત રાષ્ટ્ર માં પ્રથમ સ્થાને છે. જે પોતાના માં જ એક ઉપલબ્ધિ છે.
અંગદાન મહાદાન અભિયાન હેઠળ ગુજરાત રાજ્ય નાં અનેક જિલ્લાઓમાં અભિયાન વેગ પકડી રહ્યું છે. જેમાં પંચમહાલ જિલ્લામાં તેમજ તેનાં આસપાસના વિસ્તારોમાં યુવા સ્ફૂર્તિ સાથે શાંતનુ દેસાઈ, ખેડા તેમજ તેની આસપાસના વિસ્તારોમાં દિપ્તેશ બ્રહ્મભટ્ટ (ધારાશાસ્ત્રી) તથા મહિસાગર સહિત નાં ક્ષેત્રોમાં આ અભિયાન ને વેગ આપતા દક્ષેશ કહાર નાં નિસ્વાર્થ યોગદાન સરાહનીય છે.
અંગદાન મહાદાન જનજાગૃતિ અભિયાન અંતર્ગત રાજ્ય માં અંગદાન જાગૃતિ નો મહાયજ્ઞ શરુ કરનાર આદરણીય દિલીપભાઈ દેશમુખ ની પ્રેરણા થી અને દિપ્તેશભાઇ બ્રહ્મભટ્ટ (ધારાશાસ્ત્રી) ના માર્ગદર્શન હેઠળ આશ્રય પાર્ક, પીજ રોડ, નડીઆદ ખાતે અંગદાન મહાદાન જનજાગૃતિ ના સંદેશા સાથે આયોજન કરવામાં આવ્યું હતું અને ગણેશ ઉત્સવ નાં પાંચમા દિવસે સમાજ ને અંગદાન જાગૃતિ ના સંદેશા સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું.
તેમજ આવનારા સમયમાં ૧૭ સપ્ટેમ્બર દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીના જન્મદિવસે અનેક લોકો આ અભિયાન અંતર્ગત અંગદાન માટે નાં શપથ ગ્રહણ કરીને વૈશ્વિક રેકોર્ડ સર્જે તો તેમાં નવાઈ નહીં.
રોજબરોજના સમાચાર તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે. આજે જ પ્લેસ્ટોર ઉપર થી ડાઉનલોડ કરો Elnews
1 comment
[…] […]