Rajkot :
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહી ગયા છે અને ગુજરાતમાં દરેક રાજકીય પાર્ટી તેમના બાકી રહેલા ઉમેદવારોના નામની આજે જાહેરાત કરી શકે છે ત્યારે રાજકોટની એક બેઠક પર કોંગ્રેસ ટિકિટોને લઈને મુશ્કેલીમાં મુકાઈ છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે.
વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ રાજકોટની પશ્ચિમ બેઠક માટે મથામણ કરી રહી છે. કોંગ્રેસ બે સમાજ વચ્ચે ગુંચવાઈ ગઈ છે. રાજકોટની પશ્ચિમ બેઠક પર લોહાણા કે કડવા પાટીદાર સમાજમાંથી કોને ટીકીટ આપે તેના માટે મહામંથન થઇ રહ્યો છે.
આ પણ વાંચો…ATMમાંથી ગાયબ થઈ રહી છે 2000ની ચલણી નોટ, RBIએ રીપોર્ટમાં જણાવ્યું આ કારણ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ગઈકાલે ગુંચવાયેલા પેચને સરખા કરવા માટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કમાન સાંભળી હતી અને ગઈકાલે જ તાત્કાલિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને 18 દિવસ બાકી છે અને આવતીકાલે ઉમેદવારોને નામાંકન માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ત્યારે કોંગ્રેસ હજુ પણ તેમની બેઠક પરના ઉમેદવારના નામની જાહેરાત બાકી છે. ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન સૌરાષ્ટ્રમાં થવાનું છે જેથી કોંગ્રેસના હજુ 14 ઉમેદવારોના નામની જાહેરાત કરવાની બાકી છે. ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીએ તેમના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વર્ષે કોંગ્રેસમાં અસંતોષ અને ભારે નારાજગી જોવા મળી રહી છે. કોંગ્રેસમાં યાત્રિક વિરોધ બહાર આવી રહ્યો છે. રાજકોટ પશ્ચિમ બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ ર્ડા. દર્શિતાબેન શાહને ટીકીટ આપી છે. આ તરફ કોંગ્રેસ લોહાણા અને પાટીદાર સમાજમાંથી કોને ટીકીટ આપશે તે માટેની કવાયત ચાલી રહી છે. રાજકોટ પશ્ચિમ બેઠક પર બંને સમાજનું પ્રભુત્વ છે. આ બેઠક ભાજપનો ગઢ હોવાથી ભાજપે જૈન સમાજને ટીકીટ આપી છે. કોંગ્રેસ તેના બાકી રહેલા ઉમેદવારોના નામની આજે જાહેરાત કરી શકે છે.