Rajkot :
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો તેમના ઉમેદવારોના નામની જાહેરાત કરી રહી છે. ગઈકાલે ભારતીય જનતા પાર્ટીએ તેમના 160 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી ત્યારે ગઈકાલે જ રાત્રે જ કોંગ્રેસના ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા વધુ 46 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. કોંગ્રેસની આ બીજી યાદી હતી. રાજકોટની એક બેઠક કોંગ્રેસમાં ભારે ખેંચતાણ છે ત્યારે આ બેઠક પર કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં જઈને ફરી કોંગ્રેસમાં આવેલા અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુને ટીકીટ આપી શકે છે.
કોંગ્રેસ દ્વારા રાજકોટની બે બેઠકોના નામ અનામત રાખ્યા હતા અને હજુ તેની જાહેરાત કરી ન હતી. આ બે બેઠક માટે સૌરાષ્ટ્રના ઇન્ચાર્જ રામકિશન ઓઝાને જવાબદારી સોંપવમાં આવી છે.
આ પણ વાંચો…LIC ની આ સ્કીમમાં રોકાણ કરો અને થઈ જાવ માલામાલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા ગઈકાલે જાહેર કરાયેલા ઉમેદવારોમાં રાજકોટ દક્ષિણ બેઠક પર હિતેશ વોરાને ટીકીટ આપવામાં આવી હતી અને રાજકોટ ગ્રામ્ય બેઠક પર સુરેશ ભટવારને ટીકીટ આપવામાં આવી હતી. રાજકોટમાં પશ્ચિમ બેઠક અને પૂર્વ બેઠક માટે કોંગ્રેસનું કોકડું ગૂંચવાયું છે. આ અગાઉ ઇન્દ્રનીલ રાજ્યુગુરુને વર્ષ 2017માં કોંગ્રેસ દ્વારા રાજકોટની પશ્ચિમ બેઠક પર ચૂંટણી માટે ટીકીટ આપી હતી અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સાથે ટક્કર આપી હતી જો કે વિજયભાઈ રૂપાણીએ આ બેઠક પર વિજય મેળવ્યો હતો.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ફોર્મ ભરવા માટે હવે ઉમેદવારો પાસે ત્રણ દિવસ જેટલો સમય બાકી છે. ગઈકાલે રાત્રે કોંગ્રેસ તેમની 46 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી અને કુલ 89 ઉમેદવારોના અત્યાર સુધી નામની જાહેરાત કરવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા આ પહેલાની યાદીમાં દિગ્ગ્જ નેતા અર્જુન મોઢવાડીયા, અમીબેન યાજ્ઞિક, કનુભાઈ કલસરિયાના નામની જાહેરાત કરવામાં આવી હતી. નોંધનીય છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બે તબબકામાં યોજાવાની છે. આગામી મહિનામાં યોજાનાર ચૂંટણીમાં પહેલા તબબકાનું મતદાન ડિસેમ્બરની પહેલી તારીખે થશે જયારે બીજા તબબકાનું મતદાન પાંચમી તારીખે થશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ હિમાચલ પ્રદેશની ચૂંટણી સાથે 8મી ડિસેમ્બરના રોજ જાહેર થશે.