ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ દરેક રાજકીય પક્ષ વધુને વધુ બેઠક મેળવવા માટે પ્રયાસ કરી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રની બેઠક વધુ જીતે તે માટે દરેક પક્ષ ખુબ જ મહેનત કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં રાજકોટની પશ્ચિમ વિધાનસભાની બેઠક ભાજપ માટે જાણે કોકડું ગૂંચવાયું હોય તેવું થઇ રહ્યું છે.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબના પ્રભારી બનાવ્યા છે ત્યારે હવે તેઓની ચૂંટણી લડવાની સંભાવના નહિવત થઇ ગઈ છે અને તે બેઠક ખાલી થઇ ગઈ છે. આ બેઠક પર ભાજપ કોણે ટિકિટ આપશે તેમાં સસ્પેન્સ અકબંધ છે.
આ પણ વાંચો… પનીર કાઠી રોલ બનાવવા માટેની પરફેક્ટ રેસીપી
રાજકોટની પશ્ચિમ બેઠક માટે ભાજપ ઉમેદવાર પસંદગીને લઈને ભાજપ કવાયત થશે. રાજકોટ પશ્ચિમ બેઠક પર હાલ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ધારાસભ્ય છે. જો કે વિજય રૂપાણીને પંજાબના પ્રભારી બનાવતા જ હવે આ બેઠકને લઈને કોણે ટિકિટ આપવામાં આવશે તેની ચર્ચાઓ થઇ રહી છે.
રાજકોટની આ બેઠક માટે અનેક નામો ચર્ચાઈ રહ્યા છે ત્યારે કેટલાક ઉમેદવારો આ બેઠક માટે દાવેદાર છે. આ દાવેદારોમાં ભાજપ શહેર પ્રમુખ કમલેશ મીરાણી, કશ્યપ શુક્લ, નીતિન ભારદ્વાજ, ડૉ દર્શિતા શાહ, કલ્પક મણિયારનું નામ ચર્ચાઈ રહ્યું છે. આ બેઠક પરથી હાલના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ટિકિટ આપવામાં આવે તેવી પણ સંભાવના સેવાઇ રહી છે. જો કે હજુ સુધી ભાજપ હાઇકમાન્ડ દ્વારા આ બેઠક માટે કોણે ટિકિટ આપવામાં આવે તે અંગે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. આ ઉપરાંત આ બેઠક પર અનિલ દેસાઈ અને જ્યોતીન્દ્ર મહેતાનું પણ નામ ચર્ચાઈ રહ્યું છે.