Business :
Stock Market :
સતત વેચવાલી બાદ આજે શેરબજારમાં સારી ખરીદી જોવા મળી છે. મંગળવારના ટ્રેડિંગ પછી સેન્સેક્સ અને નિફ્ટી (Sensex-Nifty) બંને ઈન્ડેક્સ વધારા સાથે બંધ થયા છે. સેન્સેક્સમાં 1200 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. આજે પ્રાઈવેટ બેન્કિંગ સ્ટોક ઇન્ડસઇન્ડના શેરમાં 5 ટકાથી વધુનો વધારો થયો છે.
સેંસેક્સ-નિફ્ટીમાં કેટલો વધારો ?
આજે સેન્સેક્સ 1276.66 પોઈન્ટ અથવા 2.25 ટકાના વધારા સાથે 58,065.47 પર બંધ રહ્યો હતો. આ સિવાય નિફ્ટી ઈન્ડેક્સ 386.95 પોઈન્ટ અથવા 2.29 ટકાના વધારા સાથે 17,274.30 ના લેવલ પર બંધ થયો
2 શેરમાં ઘટાડો જોવા મળ્યો
સેન્સેક્સના ટોપ-30 શેરોની યાદીમાં આજે માત્ર 2 કંપનીઓના શેરમાં ઘટાડો થયો છે. ડો. રેડ્ડી અને પાવર ગ્રીડના શેર લાલ નિશાનમાં ક્લોઝ થયા છે.
ક્યા સ્ટોકમાં ખરીદી જોવા મળી
આ સિવાય આજે ટોપ ગેનર શેર ઇન્ડસઇન્ડ બેન્ક રહ્યો છે. બાય લિસ્ટમાં બજાજ ફાઈનાન્સ, ટીસીએસ, બજાજ ફિનસર્વ, એચડીએફસી, ટાટા સ્ટીલ, એલટી, વિપ્રો, એચડીએફસી બેંક, એક્સિસ બેંક, આઈટીસી, ઈન્ફોસીસ, એસબીઆઈ, ટેક મહિન્દ્રા, કોટક બેંક, એચયુએલ, મારુતિ, રિલાયન્સ, એચસીએલ ટેક, નેસ્લે ઈન્ડિયા, એનટીપીસી, ટાટીન, ભારતી એરટેલ સહિતના ઘણા શેર સામેલ હતા.
આ પણ વાંચો… વડોદરા હાઇવે પર રોડ પર કન્ટેનર પલટી જતાં 7નાં મોત, 4 ઘાયલ
ગ્લોબલ માર્કેટમાં રહી તેજી
સપ્તાહ અને મહિનાના પ્રથમ ટ્રેડિંગ દિવસે યુએસ માર્કેટમાં જોરદાર તેજી જોવા મળી હતી. ડાઉ જોન્સ (Dow Jones) 765 પોઈન્ટ વધીને 29,491 પર અને નાસ્ડેક 240 પોઈન્ટ વધીને 10,815 ના લેવલ પર પહોંચ્યો છે. S&P 500 માં પણ 2.59 ટકાની તેજી છે. અમેરિકન માર્કેટની અસર એશિયન માર્કેટ પર પણ જોવા મળી રહી છે. SGX નિફ્ટી 250 પોઈન્ટ વધીને 17,100ની ઉપર ટ્રેડ કરી રહ્યો છે.
1 comment
[…] […]