Food Recipe :
શિયાળાની સિઝન શરૂ થતાં જ લીલા વટાણા બજારમાં ખૂબ વેચાવા લાગે છે. લીલા વટાણાથી બનેલી પુરીઓ, કચોરી, પરોઠા, ચાટ બધાને પસંદ આવે છે. સાથે જ વટાણાનું શાક પણ સ્વાદિષ્ટ લાગે છે. પણ એ જ શાકના સ્વાદથી કંટાળી ગયા છો. તો આ વખતે આ ખાસ ટ્વીસ્ટ સાથે શાક તૈયાર કરો. ખાસ કરીને જો ઘરે મહેમાન આવવાના હોય તો મટર પનીરને બદલે શાહી મટરની સબજી તૈયાર કરો. તો આવો જાણીએ લીલા વટાણાનું શાહી શાક બનાવવાની રીત.
સામગ્રી
- તાજા લીલા વટાણા 100 ગ્રામ
- ફ્રેશ ક્રીમ 1/2 કપ
- 2 ડુંગળીની પેસ્ટ
- 2 ટામેટાની પ્યુરી
- 1 ચમચી આદુ-લસણની પેસ્ટ
- 1 ચમચી ધાણા પાવડર
- 1/2 ચમચી હળદર પાવડર
- 1 ચમચી ગરમ મસાલો
- મીઠું સ્વાદ અનુસાર
આ પણ વાંચો… રાજકોટનાં માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ચિકાર આવક
શાહી મટર બનાવવાની રીત
શાહી મટર બનાવવા માટે સૌપ્રથમ વટાણાને છોલીને મીઠાના પાણીમાં પાંચ મિનિટ ઉકાળો. આને કારણે, લીલા વટાણા થોડાં પાકીને નરમ થઈ જશે. પછી કડાઈમાં તેલ મૂકીને ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું ઉમેરો. તેની સાથે હિંગ ઉમેરો. સાંતળ્યા પછી તેમાં ડુંગળીની પેસ્ટ નાખીને સાંતળો. ડુંગળીને સોનેરી થાય ત્યાં સુધી સાંતળો.
ડુંગળી રંધાઈ જાય એટલે તેમાં આદુ-લસણની પેસ્ટ નાખો. તેની સાથે ટામેટાની પ્યુરી ઉમેરો. જ્યારે આ મસાલા સારી રીતે તેલ છોડવા લાગે, ત્યારે તેમાં ધાણા પાવડર, હળદર પાવડર અને ગરમ મસાલા પાવડર ઉમેરો અને મિક્સ કરો. તેની સાથે મીઠું નાખીને બરાબર શેકી લો અને બાફેલા વટાણા ઉમેરો. ઢાંકીને વટાણાને ચઢવા દો.
વટાણા પાકી જાય એટલે તેમાં ફ્રેશ ક્રીમ નાખો અને એકાદ મિનિટ રાંધ્યા પછી ગેસ બંધ કરી દો. રોટલી, પરાઠા સાથે ગરમા-ગરમ સર્વ કરો.