EL News

અદાણી ફાઉન્ડેશન,દહેજ દ્વારા સરકારી શાળાઓમાં પ્રોજેક્ટ ઉત્થાન અંતર્ગત દાદા-દાદી દિવસની ઉજવણી કરવામા આવી

Share
Breaking News, EL News

દહેજ, ભરુચ : અદાણી ફાઉન્ડેશન દ્વારા દહેજ વિસ્તારમાં ચાલતા ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત ૧૪ સરકારી પ્રાથમિક શાળામાં ઉત્થાન સહાયકો કાર્યરત છે. ભરુચ જિલ્લાના દહેજ વિસ્તારની 14 પ્રાથમિક શાળામાં નવમી સપ્ટેમ્બને દાદા-દાદી દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો.

Measurline Architects

આ ઉજવણીમાં વિદ્યાર્થીઓના દાદા-દાદીને આમંત્રણ આપી શાળામાં બોલવાયા હતા. આ ઉજવણી દરમિયાન વિદ્યાર્થીઓએ દાદા દાદીને ફૂલ આપ્યું હતું અને દીપ પ્રગટાવી આરતી ઉતારી એમનું સ્વાગત કર્યું હતું. વિદ્યાર્થીઓએ દાદા દાદીના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા. આ ઉજવણીમાં લગભગ ૨૮૦૦ જેટલા વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હતા.

આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે વડીલોને ઉચ્ચ સ્થાને માનવામાં આવે છે. વડીલોના આશીર્વાદ અને એમની હાજરી બાળકોના જીવનમાં ખૂબ પ્રેરણાદય હોય છે. એટલા માટે બાળકો માં આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા જળવાઈ રહે અને બાળકોનો સર્વાંગી વિકાસ થાય સાથે દાદા દાદીને પણ વિશેષ માન સન્માન મળે એ હેતુથી અદાણી ફાઉન્ડેશનના ઉત્થાન પ્રોજેક્ટમાં દાદા દાદી દિવસ દરવર્ષે ઉજવવામાં આવે છે.

આ પણ વાંચો…સૌથી ખતરનાક કેન્સર છે જેલી બેલી કેન્સર,આ તેના લક્ષણો

આ વર્ષની ઉજવણી દરમિયાન એવું પ્રથમ વખત બન્યું કે દાદા-દાદી દિવસની ઉજવણી વખતે કેટલાક વડીલોએ શાળાને દાન આપ્યું હોય. લગભગ ૩૨૦૦ રૂપિયાનું દાન શાળાને મળ્યું હતું. દાદા દાદી દ્વારા પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, અમને કોઈ શાળામાં મળ્યું હોય એવું આ પ્રથમ સન્માન છે. અમારા બાળકો શિક્ષણ સાથે સંસ્કાર પણ મેળવે તેવી આ ઉજવણીનું આયોજન અદાણી ફાઉન્ડેશન દ્વારા થયું એ બહુ આવકારદાયક છે

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

અદાણી ગૃપ આ દિવસે 1.67 કરોડ શેર ખરીદવાની યોજના

cradmin

મનહર ઉધાસ આજે ભારતીય જનતા પાર્ટીમાં વિધીવત રીતે જોડાયા.

elnews

‘બિનજરૂરી ફાયરિંગ કરી રહ્યું છે અફઘાનિસ્તાન’, પાકિસ્તાન

elnews

Leave a Comment

error: Content is protected !!