Vadodra, EL News
વડોદરા શહેરના ચાર ઝોનમાં માધ્યમિક શાળા શરૂ કરવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)ના હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી જરૂરી મંજૂરી મેળવવા પ્રક્રિયા હાથ ધરાઈ છે. માહિતી છે કે આ મામલે ટૂંક સમયમાં રાજ્ય સરકારની મંજૂરી મળી શકે તેમ છે. મંજૂરી મળ્યા બાદ ધોરણ નવનો વર્ગ શરૂ થશે.
માહિતી મુજબ, ગત એપ્રિલ મહિનામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા મળી હતી, જેમાં એક દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. આ દરખાસ્તને અંતિમ મંજૂરી માટે કોર્પોરેશનની સમગ્ર સભા જે 19 મેના રોજ મળશે તેમાં રજૂ કરાશે. મીડિયા અહેવાલ મુજબ, હાલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 120 શાળામાં ધો. 1થી 8ના વર્ગ ચાલુ છે. આ શાળાઓમાં સામાન્ય રીતે આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોય છે. ધો. 8 પાસ કર્યા બાદ આ વિદ્યાર્થીઓ પૈકીના ઘણા વાલીઓની નબળી આર્થિક સ્થિતિ ના લીધે આગળ ભણવાનું માંડી વાળે છે.
આ પણ વાંચો… અદાણી વિદ્યામંદિરના તારલાઓ બોર્ડના પરિણામોમાં ચમક્યા, શહેરના ટોપ-10 માં સ્થાન
આથી જો શિક્ષણ સમિતિ ધો. 9 ચાલુ કરે તો ડ્રોપ આઉટ રેશિયોમાં ઘટાડો થઈ શકે છે અને નબળા વર્ગના વિદ્યાર્થીને આગળનો અભ્યાસ કરવાની તક મળી શકે છે. માહિતી મુજબ, થોડા દિવસ પહેલા વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટીમ સુરત ગઈ હતી અને ત્યાં ધો. 9ના વર્ગ માટેનું વહીવટી માળખું, સ્ટાફ, બિલ્ડિંગ સ્ટ્રક્ચર, સેલેરી સહિતનો અભ્યાસ અને માહિતી મેળવી હતી. સુરતમાં વર્ષ 1995થી પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 29 શાળામાં ધો.9ના વર્ગ ચાલે છે.
રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews