Business, EL News
SEBI on IPO: કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબીએ ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) બંધ થયા પછી કંપનીના શેર લિસ્ટ થવામાં લાગતો સમય ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સેબીએ આ સમયમર્યાદા છ દિવસથી ઘટાડીને ત્રણ દિવસ કરવાની વાત કરી છે. સમયમર્યાદામાં સૂચિત ઘટાડાથી IPO લાવનાર પક્ષકારો અને રોકાણકારો બંનેને ફાયદો થશે.
ટી+3 રજૂ કરવાની થઈ રહી છે વાત
સેબીએ તેના કન્સલ્ટેશન પેપરમાં જણાવ્યું હતું કે, IPO લાવનાર પાર્ટીને ટૂંક સમયમાં મૂડી મળશે, જેનાથી બિઝનેસ કરવાનું સરળ બનશે. બીજી તરફ, રોકાણકારોને ટૂંક સમયમાં શેર મળશે. નવેમ્બર 2018માં માર્કેટ રેગ્યુલેટરે શેરના લિસ્ટિંગ માટે ઇશ્યૂ બંધ થવાની તારીખથી છ દિવસની સમયમર્યાદા નક્કી કરી હતી. આ વ્યવસ્થાને ‘T+6’ નામ આપવામાં આવ્યું છે. અહીં ‘T’ લિસ્ટિંગ બંધ થવાનો દિવસ છે. હવે તેને T+3 બનાવવાનો પ્રસ્તાવ છે.
સેબીએ 3 જૂન સુધી સૂચનો મંગાવ્યા
આ પણ વાંચો… રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં સપડાઇ
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ 3 જૂન સુધી દરખાસ્ત પર હિતધારકો અને સામાન્ય લોકો પાસેથી સૂચનો માગ્યા છે. સેબીએ IPO લિસ્ટિંગને લઈને પ્રથમ દિવસે શેર ટ્રેડિંગ માટે ભાવની શ્રેણી નક્કી કરી હતી. હાલમાં તેને ફરીથી બદલવાની તૈયારીઓ ચાલી રહી છે. સેબીએ જણાવ્યું હતું કે IPO અથવા રિ-લિસ્ટિંગ પછી ટ્રેડિંગના પ્રથમ દિવસ માટે કોલ ઓક્શન સેશન અલગ-અલગ એક્સચેન્જો પર આયોજિત કરવામાં આવશે.
નવા નિયમો લાગૂ કરવામાં લાગશે 60 દિવસનો સમય
તેની સાથે સેબીએ એમ પણ જણાવ્યું છે કે, નવા નિયમોને લાગુ કરવામાં અને તૈયાર કરવામાં 60 દિવસનો સમય લાગશે. જ્યારે, જો સ્ટોક એક્સચેન્જો વચ્ચે સંતુલન કિંમતમાં તફાવત હોય, તો તેમના દ્વારા સામાન્ય સંતુલન કિંમત (CEP) ગણવામાં આવશે. તેની સાથે સેબીએ મ્યુચ્યુઅલ ફંડમાં થતી ગરબડને રોકવા માટે પ્રસ્તાવ મૂક્યો છે. MFs એ ગેરરીતિઓને રોકવા માટે એક સર્વેલન્સ સિસ્ટમ બનાવવી પડશે. તેના હેઠળ તેઓએ સીસીટીવી ફૂટેજ, લાઈફ સ્ટાઈલ પર મોનિટરિંગ જેવા પગલાં પણ સામેલ કરવા પડશે.