25.9 C
Gujarat
December 22, 2024
EL News

હોળી-ધૂળેટીમાં વતન જનારાઓ માટે ખુશખબર

Share
Ahmedabad, EL News

હોળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે વતન જતા મુસાફરો માટે સારા સમાચાર છે. માહિતી મુજબ, હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને એસટી નિગમ દ્વારા વધારાની 1200થી વધુ બસ દોડાવવાનો નિર્યણ કર્યો છે. અમદાવાદ વિભાગની 330 બસ, રાજકોટની 386, સુરતની 466 અને વડોદરાની 315 બસો વધારાની દોડાવાશે.

PANCHI Beauty Studio

માહિતી છે કે, તમામ સંબંધિત વિભાગને આ અંગે સૂચના આપવામાં આવી છે. હોળીના તહેવારમાં મુસાફરોને સમયસર બસ મળી જાય અને તેમને યાત્રા દરમિયાન કોઈ મુશ્કેલી ન વેઠવી પડે તે માટે એસટી નિગમ દ્વારા મહત્ત્વના નિર્ણય લેવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો…MBBSમાં ત્રીજા વર્ષના 120 વિદ્યાર્થીને નાપાસ કરાયા

ઉલ્લેખનીય છે કે, હોળીના તહેવાર દરમિયાન સૌથી વધુ ડાકોર અને દ્વારકા તરફ ટ્રાફિક વધી જાય છે. એસટી નિગમ દ્વારા 2થી 7 માર્ચ સુધી છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ સહિતના વિવિધ જિલ્લાઓમાં મુસાફરોના ટ્રાફિકને પહોંચી વળવા માટે કુલ 4300 ટ્રીપોનું સંચાલન કરવામાં આવશે.

હોળીમાં 2500 જેટલી એક્ટ્રા બસોનું સંચાલન

આ સાથે રાજકોટ, સોમનાથ, જામનગર, જૂનાગઢ ખાતેથી લગભગ કુલ 200 જેટલી વધારાની ટ્રીપોનું સંચાલન કરાશે. અમદાવાદ, વડોદરા, નડિયાદ અને ગોધરા ખાતેથી મુસાફરોને ડાકોર ખાતે જવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે લગભગ 2500 જેટલી એક્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. સાથે 7 હજાર જેટલી વધારાની ટ્રીપોનું સંચાલન પણ કરવામાં આવશે. જણાવી દઈએ કે, ગત વર્ષે પણ હોળીના તહેવાર દરમિયાન લગભગ 6 હજારથી વધુ બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું, જેમાં 3 લાખ જેટલા મુસાફરોએ યાત્રા કરી હતી. એસટી નિગમને અંદાજે 3 કરોડ 50 લાખથી વધુની આવક થઈ હતી.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

ગુજરાતમાં AMC કોર્પોરેશનમાં હારેલા ઉમેદવારોને ટિકિટ આપી

elnews

મેડિકલ ચેકઅપ માટે ગુજરાત મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે ગયા અને ખેલ ખલાસ.

elnews

અમદાવાદમાં બ્લાસ્ટની ધમકી આપનાર સખ્સની અટકાયત

elnews

Leave a Comment

error: Content is protected !!